मनोरंजन

વેદાંગ રૈનાની ફિલ્મમાં બીજી અભિનેત્રી પ્રગતિ શ્રીવાસ્તવની એન્ટ્રી | Another actress Pragati Srivastava enters Vedang Raina’s film



– આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે નાઓમી સરન 

મુંબઇ : મૈડોક ફિલ્મસની બેનર તળે બનનારી ફિલ્મમાં વેદાંગ રૈના અને નાઓમી સરનની જોડી જોવા મળશે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છ ેકે, તેમાં બીજી અભિનેત્રી તરીકે પ્રગતિ શ્રીવાસ્તવની એન્ટ્રી  થઇ ચુકી છે.જોકે સત્તાવાર આની ઘોષણા કરવામાં આવી નથી.  આ ફિલ્મ્ રોમેન્ટિક કોમેડી થ્રિલર હોવાનું કહેવાય છે. બીજી અભિનેત્રી જોડાવાથી સંકેત મળે છે કે ફિલ્મની વાર્તા એક પારંપરિક પ્રેમ કહાનીથી આગળ વધશે.પ્રગતિ શ્રીવાસ્તવના રોલ બાબતે હાલ કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે,તેની ભૂમિકા ફક્ત સહાયક નહીં પરંતુ નોમિકા સરનના પાત્રના સમાંતર હશે. આ પરથી સ્પષ્ટ થાય છ ેકે, બન્ને મહિલા પાત્રોની વાર્તામાં સમાન રૂપે મહત્વપૂર્ણ ભૂમિકા હશે.ફિલ્મમાં રોમાન્સ, સસ્પેન્સ અને ડ્રામાનું સંતુલન જોવા મળશે.વેદાંગ રૈના મુખ્ય અભિનેતા તરીકે હશે અને ત્રણેય મુખ્ય પાત્રો વચ્ચે તાલમેલ ફિલ્મનું એક મહત્વનું અને મુખ્ય આકર્ષણ હશે.



Source link

Related Articles

Back to top button