मनोरंजन

‘સત્ય લખવામાં ડર શેનો?’, સારા અલી ખાનના એફિડેવિટ વિવાદ પર કંગના રનૌતનું રિએક્શન | sara ali khan sanatani affidavit badrinath kedarnath temples kangana ranaut Reaction



Image: Instagram/@saraalikhan95/@kanganaranaut


Sara Ali Khan And Kangana Ranaut : બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ(BKTC)ના અધ્યક્ષે સારા અલી ખાન અંગે એક નિવેદન આપ્યું છે. જેમાં ચાર ધામ યાત્રાની શરૂઆતની તૈયારીઓમાં લાગેલા BKTCના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ‘મંદિરમાં પ્રાર્થના કરવા માટે સારાએ એક એફિડેવિટ રજૂ કરવું પડશે, જે તેના સનાતની હોવાના પુરાવા તરીકે કામ કરશે.’

કંગનાએ શું કહ્યું?

17 માર્ચે હેમંત દ્વિવેદીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મંદિરોમાં આશીર્વાદ મેળવવા માંગતા બધા બિન-હિન્દુઓએ સોગંદનામું રજૂ કરવું પડશે. આ મામલે કંગના રનૌતે હવે રિએક્શન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા કંગનાએ કહ્યું કે, ‘અહીં જે કોઈ છે દરેક વ્યક્તિ સનાતની છે. સનાતન એટલે કે જેની કોઈ શરૂઆત કે અંત નથી. બધા ધર્મો 1000-1500 વર્ષ જૂના છે. સનાતન જ સત્ય છે. એટલે તે પણ સનાતની છે સત્ય લખવામાં ડર શેનો?’

અધ્યક્ષે શું કહ્યું?

ઉત્તરાખંડની ચારધામ યાત્રા 19 એપ્રિલથી શરૂ થવાની છે. જેને લઈને BKTCના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ‘બધા સનાતનીઓનું સ્વાગત છે, પરંતુ બિન-સનાતનીઓ અને બિન-હિન્દુઓને મંદિર પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સનાતન ધર્મમાં શ્રદ્ધા રાખનાર તેઓ સનાતની છે.’

તેમણે સારા અલી ખાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘અભિનેત્રીને મંદિરમાં પ્રવેશ મેળવવા માટે એફિડેવિટ આપવું પડશે કે તે સનાતની છે. આ પછી જ પ્રવેશ અપાશે.’

આ પણ વાંચો: નોરા ફતેહી અને સંજય દત્તનું ‘સરકે ચુનર’ ગીત યુટ્યુબ પરથી હટાવાયું, વિવાદ બાદ મેકર્સનો મોટો નિર્ણય

કોંગ્રેસ પાર્ટીએ હેમંત દ્વિવેદીના આ નિવેદનની ટીકા કરી હતી. સારા અલી ખાને હજુ સુધી આ વિવાદ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. થોડા સમય પહેલા સારાએ અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે કેદારનાથની મુલાકાત લીધી હતી. 2025માં પણ તેણે મંદિરમાં દર્શન કર્યા હતા. કરણ જોહરના ‘કોફી વિથ કરણ 7’ના એક એપિસોડમાં સારા અને જાહ્નવી સાથે જોવા મળ્યા હતા. શૉ દરમિયાન તેઓએ તેમના “નિયર-ડેથ” અનુભવ વિશે ખુલીને વાત કરી હતી.





Source link

Related Articles

Back to top button