मनोरंजन

‘ધુરંધર 2’નો પહેલો રિવ્યૂ: હમઝાએ ફરી રંગ રાખ્યો, પાર્ટ વન માત્ર એક ટ્રેલર હતું, પાર્ટ ટૂ ફૂલ ઓફ એન્ટરટેઇન્મેન્ટ | dhurandhar 2 movie review in gujarati ranveer singh aditya dhar



Dhurandhar 2 Movie Review: ‘ધુરંધર 2’ માટે થિયેટરમાં પ્રવેશતાની સાથે જ તમને વાર્તાના તમામ પાત્રો, ટ્વિસ્ટ, ડાયલોગ્સ અને ગીતો યાદ આવવા લાગશે. આદિત્ય ધરની ફિલ્મ મેકિંગે ‘ધુરંધર’થી એવી અસર છોડી હતી કે હમઝાની આખી વાર્તા જોવા માટે છેલ્લા ત્રણ મહિનાથી દર્શકો તલપાપડ થઈ રહ્યા છે ત્યારે 19 માર્ચે રિલીઝ પહેલા આજે 18 માર્ચે ફિલ્મના ઘણા સ્પેશિયલ સ્ક્રિનિંગ થયા હતા, જેના પ્રથમ રિવ્યૂ સામે આવતા દર્શકોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે.

ફિલ્મની કહાની શું છે?

ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવન્જ’ ની વાર્તા ત્યાંથી શરૂ થાય છે ફ્લેશબેકથી. અહીં આપણને હમઝાનો એ ચહેરો જોવા મળે છે, જેને દુનિયા નથી જાણતી. કેવી રીતે એક સીધો-સાદો, પોતાના પિતા અને દાદાની જેમ ફોજી બનવાનું સપનું જોતો ‘જસકીરત’ જાસૂસીની દુનિયાનો માહેર ખેલાડી ‘હમઝા’ બની ગયો, પડદા પર આ સફર જોવી કોઈ થ્રિલર રાઈડથી ઓછી નથી. વાર્તા ત્યારે રોમાંચક બને છે જ્યારે રહેમાન ડકેતના ખાતમા બાદ હમઝા પોતાને ‘લિયારીનો કિંગ’ જાહેર કરે છે. હવે ભાઈ સાહેબ, કિંગ બનવું તો સહેલું છે, પણ એ તાજને સંભાળવો અને દુશ્મનોની ફોજ સામે લડવું એ જ અસલી ખેલ છે. લિયારીની સાંકડી ગલીઓથી લઈને સત્તાની ગલીઓ સુધી, હમઝાનો આ બદલો કયા વળાંક પર જઈને અટકે છે અને તેણે આ માટે શું કિંમત ચૂકવવી પડે છે, તે જાણવા માટે તમારે થિયેટરમાં જઈને ધુરંધર 2 જોવી પડશે.

કેવી છે ફિલ્મ?

હવે વાત કરીએ એ પ્રથમ રિવ્યૂની, જેના માટે તમે ટિકિટના પૈસા ખર્ચો છો, એટલે કે આ ફિલ્મ એવો કમાલ કરે છે કે નહીં. ‘ધુરંધર 1’ જો શાનદાર હતી, તો ‘ધુરંધર રિવન્જ’ ને તમે ‘સુપરથી ઉપર’ ની કેટેગરીમાં મૂકી શકો છો. પહેલી ફિલ્મમાં એક્શન અને થોડો રોમાન્સનો તડકો તો હતો જ, પરંતુ જે ઈમોશનની ઉણપ રહી ગઈ હતી, તેને આ વખતે આદિત્ય ધરે ખૂબ જ સુંદર રીતે પૂરી કરી છે. સીધી વાત એ છે કે આ ફિલ્મમાં જાનદાર એક્ટિંગ છે, હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તા છે અને સંગીત એવું છે જે થિયેટરની બહાર નીકળ્યા પછી પણ તમારા મગજમાં ગુંજતું રહેશે. મતલબ એ કે મેકર્સે આ વખતે માત્ર કહાની સારી નથી બતાવી પણ દર્શકોના દિલના તાર પણ છેડ્યા છે. જો પાર્ટ વન માત્ર એક ટ્રેલર હતું, તો આ ફિલ્મ ફૂલ ઓફ એન્ટરટેઇન્મેન્ટ છે.

‘ધુરંધર 2 એક માસ્ટરપીસ છે’

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ‘ધુરંધર 2’ નો રિવ્યૂ  જાહેર કરતાં લખ્યું છે કે, ‘ધુરંધર 2 એક માસ્ટરપીસ છે. આને મારી તરફથી સાડા ચાર રેટિંગ આપવામાં આવશે. ધુરંધર 2 સિનેમાનું સર્વશ્રેષ્ઠ છે. સ્કેલ, ડ્રામા, ઇમોશન, એક્શન, પરફોર્મન્સ અને ઇમ્પેક્ટ દરેક મોરચે ફિલ્મ શાનદાર છે. આદિત્ય ધરની પ્રશંસા થવી જોઈએ. એપિક બ્લોકબસ્ટર.’

રણવીર સિંહની એક્ટિંગના ભરપેટ વખાણ

રણવીર સિંહની બેક સ્ટોરી જે રીતે બતાવવામાં આવી છે તે ખૂબ જ શાનદાર છે. ફિલ્મનો ઇન્ટરવલ ખૂબ જ સરસ પોઈન્ટ પર થયો છે અને જો રણવીર સિંહની એક્ટિંગની વાત કરીએ તો તેણે આખી એક્ટિંગ આંખોથી કરી છે. એવી એક્ટિંગ કે તમે પણ તેના દિવાના થઈ જશો.

આ પણ વાંચો: ‘સત્ય લખવામાં ડર શેનો?’, સારા અલી ખાનના એફિડેવિટ વિવાદ પર કંગના રનૌતનું રિએક્શન

ઓપનિંગ ડે પર કેટલું કમાશે ધુરંધર 2?

રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 275 કરોડના બજેટમાં બની છે અને સમાચાર છે કે રણવીર સિંહે ફિલ્મ માટે 50 કરોડ ફી લીધી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. એવા સમાચાર છે કે ફિલ્મ ઓપનિંગ ડે પર 200 કરોડનો આંકડો પાર કરી શકે છે. જણાવી દઈએ કે આ ફિલ્મ ધુરંધરની સિક્વલ છે. ધુરંધર ડિસેમ્બર 2025 માં રિલીઝ થઈ હતી. ફિલ્મ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર હતી અને વિશ્વભરમાં 1300 કરોડની કમાણી કરી હતી.





Source link

Related Articles

Back to top button