શ્રીદેવીએ ખરીદેલી પ્રોપર્ટી માટે બોની, જાહ્નવી હાઈકોર્ટમાં | Boney Janhvi in High Court for property purchased by Sridevi

![]()
– ચેન્નઈમાં 1988માં પ્રોપર્ટી ખરીદી હતીે
– 37 વર્ષ પછી અચાનક એક મહિલા તથા તેના બે સંતાનોએ પ્રોપર્ટી પર દાવો કર્યો
મુંબઇ : ચેન્નઈમાં શ્રીદેવીના નામની પ્રોપર્ટી પર કેટલાક લોકોએ દાવો કરી દેતાં આ અંગે ચાલી રહેલા કાનૂની વિવાદમાં બોની કપૂર, જાહ્નવી કપૂર, તથા ખુશી કપૂર મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યાં છે.
આ ૪.૭ એકર જમીન શ્રીદેવીએ ૧૯૮૮માં ખરીદી હતી. પરંતુ તેના પર ચંદ્રબાનુ નામની એક મહિલા તથા તેનાં બે સંતાનોએ દાવો કર્યો હતો. તેમણે ૨૦૨૫માં આ જમીન પર પોતાનો વારસાઈ હક્ક હોવાનું જણાવ્યું હતું. બોની કપૂરે તેમના આ દાવા સામે સ્થાનિક કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ કોર્ટે તે ફગાવી દેતાં હવે બોનીએ હાઈકોર્ટનું શરણું લીધું છે.
બોની કપૂર દ્વારા અગાઉ એવી દલીલ કરાઈ હતી કે તેમણે આ જમીન જેમની પાસેથી ખરીદી હતી તે પરિવારની વ્યક્તિએ એક પત્ની હયાત હોવા છતાં પણ બીજાં લગ્ન કર્યાં હતાં. આ બીજાં લગ્ન કરનારી પત્ની કે તેમના સંતાનોનો આ વ્યક્તિની વારસાઈ મિલ્કતો પર કોઈ હક્ક બનતો નથી.
તેમણે ૧૯૮૮માં આ મિલ્કત માટે વેચાણ ખત રજિસ્ટર કરાવ્યું હતું અને તેનાં ૩૭ વર્ષ પછી અચાનક આ લોકોએ આ પ્રોપર્ટી પર દાવો માંડયો છે તે ખોટું છે.



