मनोरंजन

નોરા ફતેહી અને સંજય દત્તનું ‘સરકે ચુનર’ ગીત યુટ્યુબ પરથી હટાવાયું, વિવાદ બાદ મેકર્સનો મોટો નિર્ણય | nora fatehi controversial song Sarke Chunar Teri removed from youtube nhrc notice



Nora Fatehi’s Song Sarke Chunar Removed From YouTube: ઈન્ટરનેટ પર હાલમાં નોરા ફતેહીનું આઈટમ સોન્ગ ‘સરકે ચુનર તેરી’એ હોબાળો મચાવી રાખ્યો છે. સંજય દત્ત, શિલ્પા શેટ્ટી અને નોરા ફતેહી સ્ટારર ફિલ્મ ‘કેડી: ધ ડેવિલ’નું નવું ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ રિલીઝ થતા જ વિવાદમાં ફસાઈ ગયું છે. તમામ વિરોધ અને ફરિયાદો બાદ મેકર્સે ગીતના હિન્દી વર્ઝનને ઓફિશિયલી યુટ્યુબ પરથી હટાવી દીધું છે. સંજય દત્ત અને નોરા ફતેહી પર ફિલ્માવાયેલા આ ગીત પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ છે. અશ્લીલ લિરિક્સ અને વિઝ્યુઅલ્સને લઈને સોશિયલ મીડિયા પર પણ ગીતનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, આ ગીત મંગલીએ ગાયું છે, જ્યારે રકીબ આલમે લખ્યું છે. 

આ ગીત હજુ પણ યુટ્યુબ પર અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ

ચોંકાવનારી વાત એ છે કે આ ગીત હજુ પણ યુટ્યુબ પર અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ જોઈ શકાય છે. તેના તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ વર્ઝન કોઈપણ ફેરફાર વિના યુટ્યુબ પર ઉપલબ્ધ છે. ગીત સામે લેવામાં આવેલી આ અધૂરી એક્શન લોકોની સમજની બહાર છે. બીજી તરફ ગીતના અશ્લીલ અને અભદ્ર કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ આ સંદર્ભમાં એક નોટિસ મોકલી છે.

ગીતને તાત્કાલિક તમામ પ્લેટફોર્મ પરથી હટાવવાની માગ હતી

એક અહેવાલ પ્રમાણે સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને એડવોકેટે ગીત ‘સરકે ચુનર તેરી’ સામે દિલ્હી પોલીસની સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ગીત સાથે જોડાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ ગીત સેક્સ્યુલિટીને પ્રમોટ કરે છે અને તેના ડબલ મિનિંગ લિરિક્સ સમાજની નકારાત્મક છબી દર્શાવે છે. તેમણે ગીતને તાત્કાલિક તમામ પ્લેટફોર્મ પરથી હટાવવાની માગ કરી હતી.

ગીતની યુવાનો પર નકારાત્મક અસર પડશે

એવું કહેવામાં આવ્યું કે, નોરાના આ અશ્લીલ ગીતની યુવાનો પર નકારાત્મક અસર પડશે. આ ગીતના લિરિસિસ્ટ રકીબ આલમ, ડાયરેક્ટર પ્રેમ, કમ્પોઝર અર્જુન જાન્યા અને સિંગર મંગલી સામે પણ કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. જિંદાલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માં પણ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય, દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી

મેકર્સે ગીતનું હિન્દી વર્ઝન યુટ્યુબ પરથી હટાવી દીધું છે. આ ગીત 16 માર્ચ, 2026 સુધી યુટ્યુબ પર ઉપલબ્ધ હતું. પરંતુ હવે ઓફઇશિયલ ગીતને સર્ચ કરતા “કન્ટેન્ટ અનએવેલેબલ” લખેલું આવે છે. આ સમગ્ર વિવાદ પર હજુ સુધી ફિલ્મના મેકર્સ, સંજય દત્ત અને નોરા ફતેહીએ રિએક્ટ નથી કર્યું. નોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પણ ગીતનો વીડિયો હટાવી દીધો છે. 

સેલેબ્સે પણ કરી ટીકા

નોરાના ગીતની ઓનલાઈન ભારે ટીકા થઈ હતી. લોકોએ કહ્યું હતું કે તેના ડાન્સ સ્ટેપ્સ ગીતના લિરિક્સની જેમ જ અભદ્ર છે. હૂક સ્ટેપમાં તે પોતાનો પલ્લુ સરકાવીને ડાન્સ કરી રહી છે. તેના એક્સપ્રેશન્સને પણ અશ્લીલ અને ચીપ ગણાવ્યા. યુઝર્સે નોરાને કહ્યું કે, જો તારે કમબેક કરવું હતું તો સારા ગીતથી કર્યું હોત. તેણે આ વલ્ગર ગીત કેમ પસંદ કર્યું? યુઝર્સે સંજય દત્તને પણ ન છોડ્યો. સેલિબ્રિટીઓએ પણ ગીતની ટીકા કરી છે. સિંગર અરમાન મલિકે કહ્યું કે, સોશિયલ મીડિયા પર આ ગીતની ટીકા કરતા તેને સોન્ગ રાઈટિંગના ક્ષેત્રમાં ‘પતનનું નવું ઉદાહરણ’ ગણાવ્યું.  ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પણ ગીતને ટ્રોલ કર્યું છે.



Source link

Related Articles

Back to top button