राष्ट्रीय

ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ | NIA Arrests 7 Foreign Nationals Over Suspected Terror Plot Across Indian Airports



Terror Plot In India: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ભારત સામે આતંકી કૃત્યો કરવાનું કાવતરું ઘડવાના આરોપસર મોટી સફળતા મળવી છે. એજન્સીએ અલગ-અલગ એરપોર્ટ પરથી સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે, જેમાં છ યુક્રેનિયન અને એક અમેરિકન નાગરિકનો સમાવેશ થાય છે. આ શંકાસ્પદોની દિલ્હી, લખનઉ અને કોલકાતા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી.

મિઝોરમના મુખ્યમંત્રીની ચોંકાવનારી પુષ્ટિ

અહેવાલો અનુસાર, આ મામલે મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ પણ વિધાનસભામાં ગંભીર વિગતો આપી હતી. તેમણે પુષ્ટિ કરી છે કે અમેરિકા અને બ્રિટન સહિતના વિદેશી નાગરિકો મિઝોરમ થઈને મ્યાનમાર જઈ રહ્યા છે. આ વ્યક્તિઓ આતંકીઓને શસ્ત્ર તાલીમ આપવામાં સામેલ હોવાનું અને તેમાંથી કેટલાક અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ જોડાયા હોવાના અહેવાલો મળ્યા છે.

આ પણ વાંચો: પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો: USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ

ડ્રોન સપ્લાય અને આતંકી તાલીમનું નેટવર્ક

NIAની તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ, આ આરોપીઓ યુરોપથી ડ્રોનનો મોટો જથ્થો મંગાવી રહ્યા હતા અને મ્યાનમારના એવા બળવાખોર જૂથોને સપ્લાય કરતા હતા જેમને ભારતીય આતંકી સંગઠનોનું સમર્થન છે. આરોપીઓ માન્ય વિઝા પર ભારતમાં પ્રવેશ્યા હતા, પરંતુ મિઝોરમ જેવા સંવેદનશીલ વિસ્તારો માટે જરૂરી ‘પ્રતિબંધિત વિસ્તાર પરમિટ’ (RAP) મેળવી નહોતી. તે સરહદ ઓળંગીને મ્યાનમારમાં ભારત વિરોધી વંશીય જૂથોને મળ્યા હોવાનું પણ ખુલ્યું છે.

પટિયાલા હાઉસ કોર્ટે આ ષડયંત્રની ઉંડાઈ, ભંડોળના સ્ત્રોત અને વિદેશી હેન્ડલરો વિશે વધુ માહિતી મેળવવા માટે આરોપીઓની કસ્ટડી 27 માર્ચ સુધી લંબાવી દીધી છે. એજન્સી હાલમાં આરોપીઓના મોબાઈલ ડેટા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સ્કેન કરી રહી છે જેથી ભારતમાં છુપાયેલા તેમના અન્ય સાથીદારો સુધી પહોંચી શકાય.



Source link

Related Articles

Back to top button