मनोरंजन

રણબીરની રામાયણ ફિલ્મમાં ફૈઝલ મલિક કુંભકર્ણના રોલમાં | Faisal Malik to play Kumbhakarna in Ranbir’s Ramayana



– ફૈઝલ પંચાયત સીરિઝથી ભારે લોકપ્રિય 

– ફૈઝલ ફિલ્મના બીજા ભાગમાં ફાઈટના સીન માટે શૂટિંગ કરશે : જોકે, સત્તાવાર પુષ્ટિ બાકી 

મુંબઇ : ‘પંચાયત’ વેબ સીરિઝમાં પ્રહલાદ ચાચાના રોલમાં લોકપ્રિય બનેલો ફૈઝલ ખાન રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’માં કુંભકર્ણનો રોલ  ભજવવાનો હોવાનું કહેવાય છે. 

એક તબક્કે બોબી દેઓલને આ રોલ સોંપાયો હોવાનું કહેવાતું  હતું. પરંતુ, હવે એક અપડેટ પ્રમાણે આ રોલ માટે ફૈઝલને સિલેક્ટ કરાયો છે. 

ફૈઝલે  પોતાના ઈન્ટ્રોડ્ક્શન સીનનું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ  કર્યું હતું. જોકે, તેને બીજા ભાગમાં વધુ સ્ક્રીન ટાઈમ મળશે. આ માટે તે કેટલાક એક્શન દ્રશ્યોનું પણ શૂટિંગ કરવાનો છે. 

આશ્ચર્યની વાત તો એ છે કે,’રામાયણ’ ફિલ્મમાં નવા-નવા કલાકારોની એન્ટ્રીની જાણકારી આવ્યા કરે છે. પરંતુ નિર્માતા-દિગ્દર્શકે  હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી. 



Source link

Related Articles

Back to top button