मनोरंजन

ધનુષની ફિલ્મમાં વિક્કી કૌશલ જોવા મળે તેવી શક્યતા | Vicky Kaushal likely to be seen in Dhanush’s film



– આ પહેલા રણવીર સિંહનું નામ ચર્ચામાં હતું

મુંબઇ : સાઉથ સુપરસ્ટાર ધનુષ હાલ પોતાની આગામી ફિલ્મને લઇનચર્ચામાં છે. કહેવાય છે કે, શંકર દ્વારા ડાયરેકટ થવાની ફિલ્મ વેલપારીમાં ધનુશ મુખ્ય રોલમાં જોવા મળવાનો છે.જ્યારે સેકન્ડ લીડ રોલમા નિર્માતાઓએ રણવીર સિંહ સાથે  વાત કરી હતી. પરંતુ હવેના એક અપડેટનને સાચો માનીએ તો રણવીર સિંહના સ્થાને હવે વિક્કી કૌશલને રિપ્લેસ કરવામાં આવ્યો છે.  એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, શંકર અને ફિલ્મ વેલપારીના નિર્માતા હવે વિક્કી કૌશલ સાથે વાતચીત કરી રહ્યા છે. 

પહેલા એવી અફવા હતી કે, રણવીર સિંહ કો-સ્ટારની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ હવે વિક્કી કૌશલને ફાઇનલ કરી લીધો હોવાનો રિપોર્ટ છે. 

રણવીર સિંહે ધૂરંધરની સફળતા પછી પોતાની ફીમાં ઘણો વધારો કર્યાની ચર્ચા છે. તેથી ફરહાન અખ્તરની ડોનમાં પણ તેણે કામ કરવાનો ઇન્કાર કર્યો હતો. 



Source link

Related Articles

Back to top button