मनोरंजन

ધરપકડના જોખમ વચ્ચે સિંગર બાદશાહને લોરેન્સ ગેંગની ધમકી, કહ્યું- માથામાં જ ગોળી મારીશું | lawrence bishnoi gang threatens to kill badshah says we will shoot you


Lawrence Bishnoi Threatens Badshah: બોલિવૂડના પ્રખ્યાત સિંગર અને રૈપર બાદશાહની મુશ્કેલીઓ ‘ટટીરી’ ગીતના કારણે ઓછી થવાનું નામ નથી લઈ રહી. સોશિયલ મીડિયા પર માફી માંગ્યા બાદ પણ બાદશાહ વિવાદોમાં ઘેરાયેલો છે. એક તરફ હરિયાણા પોલીસને તેની ધરપકડનો આદેશ મળી ચૂક્યો છે, તો બીજી તરફ હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાદશાહને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફાયરિંગની લીધી જવાબદારી

‘ટટીરી’ ગીતને લઈને વધતા વિવાદ વચ્ચે એક નવી અપડેટ સામે આવી છે. માહિતી અનુસાર, પાણીપતમાં થયેલા ફાયરિંગના એક કેસની જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાદશાહ માટે એક નોટ શેર કરી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે ઘમકીમાં શું લખ્યું?

લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાદશાહને સોશિયલ મીડિયા થકી ઘમકી આપતા લખ્યું છે કે, ‘જય મહાકાલ, જય શ્રીરામ, રામ-રામ તમામ ભાઈઓને. આજે અસંધ રોડ, પાણીપતમાં વેસ્ટર્ન યુનિયન (હવાલા કારોબાર) સાથે જોડાયેલા ગેરી અને શેંકીની ઓફિસ પર જે ફાયરિંગ થયું છે, તેની જવાબદારી હું રંદીપ મલિક અને અનિલ પંડિત (USA) લઉં છું. આ લોકો હવાલા દ્વારા દેશના પૈસા વિદેશ મોકલીને દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યા હતા. અમે તેમને પહેલા ફોન કરીને ચેતવણી પણ આપી હતી, પરંતુ તેઓ સમજ્યા નહીં. આજની ઘટના માત્ર એક ટ્રેલર છે, આખી પિક્ચર હજુ બાકી છે. જે લોકો હવાલાનું કામ કરે છે, તેઓ સમયસર સુધરી જાય નહીંતર તેનો અંજામ ખૂબ જ ખરાબ આવશે.’

‘સીધી તારા માથામાં ગોળી મારીશું.’ 

આ જ નોટમાં આગળ બાદશાહને ધમકી આપતા લખ્યું છે કે, ‘સિંગર બાદશાહ, તેં હરિયાણાની સંસ્કૃતિને ખરાબ કરવાની કોશિશ કરી છે. 2024માં તારા ક્લબમાં તને ટ્રેલર બતાવ્યું હતું.  આગળની વખતે સીધી તારા માથામાં ગોળી મારીશું.’ આ નોટ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે લખવામાં આવી હતી.

ધરપકડના જોખમ વચ્ચે સિંગર બાદશાહને લોરેન્સ ગેંગની ધમકી, કહ્યું- માથામાં જ ગોળી મારીશું 2 - image

રેનૂ ભાટિયાએ બાદશાહ સામે અવાજ ઉઠાવ્યો

જણાવી દઈએ કે, તાજેતરમાં મહિલા આયોગના ચેરપર્સન રેનૂ ભાટિયાએ પણ બાદશાહને ખુલ્લા શબ્દોમાં ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે હવે મહિલા આયોગ હરિયાણાની દીકરીઓની સુરક્ષા માટે મેદાને ઉતર્યું છે. ‘ટટીરી’ વિવાદ મામલે રેણુ ભાટિયાએ રેપર સિંગર બાદશાહની ધરપકડ કરવાની માંગ કરી છે. સાથે જ તેમના શો પર રોક લગાવવા અને તેમનો પાસપોર્ટ જપ્ત કરવા માટે પણ વિનંતી કરી છે. હરિયાણા મહિલા આયોગે ગીતમાં વપરાયેલા લિરિક્સ અને વિઝ્યુઅલ સામે વાંધો ઉઠાવ્યો છે. હરિયાણામાં ઘણી જગ્યાએ રેપર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, અને તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. બાદશાહે આ વિવાદ માટે માફી પણ માંગી હતી.

બાદશાહે વીડિયો પોસ્ટ કરી શું કહ્યું?

બાદશાહે કહ્યું કે, “સૌ પહેલા હું એ કહેવા માંગુ છું કે હું પોતે હરિયાણાનો છું. જે લોકો મને ઓળખે છે તેઓ જાણે છે કે મારી બોલી, ખાન-પાનની ટેવ, જીવનશૈલી, મારી ઓળખ, બધું જ હરિયાણાનું છે. હું ગર્વથી હરિયાણવી છું. હરિયાણાના કોઈપણ બાળક કે મહિલા વિશે આવી અભદ્ર વાતો કહેવાનો મારો ક્યારેય કોઈ ઇરાદો નહોતો. હું પોતે હિપ-હોપ ઝોનર છું. ગીતના લિરિક્સ ક્યારેય કોઈ સ્ત્રી કે બાળક માટે નહોતા અને હું ક્યારેય આવું કંઈ કરીશ નહીં.” વધુમાં બાદશાહે જણાવ્યું કે, ‘મે હંમેશા હરિયાણાના કલ્ચરને આગળ વધારવાની કોશિશ કરી છે. જો આ ગીતથી જો કોઈની ભાવનાને ઠેસ પહોંચી છે તો હું માફી માંગુ છુ. હું આશા રાખુ છુ કે, તમે મને હરિયાણાનો દીકરો સમજીને માફ કરો.’

આ પણ વાંચો: વડોદરા: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવા માગ

કયા વાંધાજનક લિરિક્સના કારણે બાદશાહ મુશ્કેલીમાં મૂકાયો?

બાદશાહના ‘ટટીરી’ ગીતમાં “આયા બાદશાહ ડોલી ચઢાને, ઈન સબકી ઘો* બનાને…” આ લાઈનનો ઘણા લોકોએ વિરોધ કર્યો છે. ગીતના લિરિક્સમાં અશ્લીલતા હોવાને કારણે હરિયાણામાં FIR દાખલ કરવામાં આવી હતી, જેના કારણે પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસે બાદશાહને શક્ય તેટલી વહેલી તકે હાજર થવાનો આદેશ આપ્યો છે. તેને દેશ છોડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.





Source link

Related Articles

Back to top button