मनोरंजन

મીનાક્ષી ચૌધરીએ ભાગમભાગ ટુથી હિન્દીમાં ડેબ્યૂ કન્ફર્મ કર્યું | Meenakshi Chaudhary confirms Hindi debut with Bhaagmabhaag 2



– લકી ભાસ્કર સહિતની ફિલ્મોથી લોકપ્રિય

– જોકે, કાનૂની વિવાદોને કારણે ફિલ્મનું શૂટિંગ આગામી ઓગસ્ટ પછી શરુ થવાની સંભાવના

મુંબઇ : સાઉથની લોકપ્રિય હિરોઈન મીનાક્ષી ચૌધરી ‘ભાગમભાગ ટુુ’થી  હિન્દી સિેનેમામાં ડેબ્યૂૂ કરી રહી હોવાની લાંબા સમયથી ચર્ચા હતી. હવે તેણે પોતે આ વાત કન્ફર્મ કરી છે. મીનાક્ષી ચૌધરી ‘લકી ભાસ્કર’ સહિતની ફિલ્મોથી  હિન્દી દર્શકોમાં પહેલેથી જાણીતી છે. 

મીનાક્ષીએ એક સંવાદમાં કહ્યું હતું કે પોતે હિન્દીમાં ડેબ્યૂ કરવા માટે યોગ્ય પ્રોજેક્ટની રાહ જોઈ રહી હતી. આ ફિલ્મની  સ્ક્રિપ્ટ તેને પસંદ પડી છે. અક્ષય કુમાર જેવા સિનિયર કલાકાર પાસેથી ઘણું શીખવા મળશે તેવી  પણ તેને અપેક્ષા છે. 

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ કાનૂની વિવાદમાં સપડાઈ છે. ફિલ્મની પ્રોડયૂસર એકતા કપૂર અને ડાયરેક્ટર રાજ  શાંડિલ્ય વચ્ચે કાનૂની વિવાદ થતાં રાજ  શાંડિલ્યએ આ ફિલ્મ છોડી દીધી છે. તેના કારણે આ ફિલ્મનું શૂટિંગ પાછળ ધકેલાઈ ગયું છે અને હવે તે આગામી ઓગસ્ટ પહેલાં શરુ થવાની સંભાવનાં નહીંવત્ત હોવાનું મનાય છે. 



Source link

Related Articles

Back to top button