मनोरंजन

અહાન પાંડેને એક્શન મૂવી કર્ણ સહિત બે ફિલ્મોની ઓફર | Ahan Pandey offered two films including action movie Karn



– અનીત પછી અહાને ઓફરોના અનેક દાવા    

– રાકેશ ઓમ પ્રકાશ મહેરા કર્ણ બનાવશેઃ આનંદ એલ રાય પણ અહાનના સંપર્કમાં

મુંબઇ : ‘સૈયારા’ની સફળતા પછી જેમ અનીત પડ્ડાને નવી નવી  ફિલ્મોની ઓફર મળી રહી હોવાના દાવા થાય છે તેવું જ અહાન પાંડેની બાબતમાં પણ બની રહ્યું છે. હવે એવી વાત ચર્ચાઈ રહી છે  કે અહાનને આનંદ એલ રાય તથા રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ પણ ફિલ્મોની ઓફર આપી છે. 

અહાન  પાંડેને આનંદ એલ રાયની ફિલ્મનો વિષય પસંદ પડયો છે. જોકે તે પૂરી સ્ક્રિપ્ટ વાંચ્યા પછી જ નિર્ણય લેશે.  રાકેશ ઓમ પ્રકાશ મહેરા એક્શન ફિલ્મ ‘કર્ણ’ બનાવી રહ્યા છે. તેમણે પણ અહાનને ઓફર કરી હોવાનું કહેવાય છે.  ઉલ્લેખનીય છે કે અહાને હજુ સાતત્યપૂર્ણ સફળતા મેળવવાની બાકી છે. અત્યારે તેના નામે એક જ ફિલ્મ ‘સૈયારા’ની સફળતા બોલે છે. બોલિવુડમાં અગાઉ કુમાર ગૌરવ સહિતના અનેક હિરો પહેલી ફિલ્મની સફળતા પછી ખોવાઈ ગયાના દાખલા છે. 



Source link

Related Articles

Back to top button