मनोरंजन

વિક્કી કૌશલની મહાવતારનું શૂટિંગ જુલાઈથી શરૂ થશે | Vicky Kaushal’s Mahavatar shooting to begin from July



મુંબઇ : વિક્કી કૌશલની ફિલ્મ ‘મહાવતાર’નું શૂટિંગ આગામી જુલાઈમાં શરુ થવાની સંભાવના છે. વિક્કી કૌશલ આ ફિલ્મમાં ભગવાન પરશુરામની ભૂમિકા ભજવવાનો છે. 

દિગ્દર્શક અમર કૌશિકે પ્રી પ્રોડક્શન પૂર્ણ કરી લીધું છે. તેઓ હવે  શૂટિંગ શરુ કરવાની તૈયારીમાં છે. વિક્કી કૌશલને પાત્રને અનુરુપ લૂક ધારણ કરવા તથા તાલીમ લેવા પણ જણાવી દેવાયું છે.  જોકે, વિક્કી હાલ સંજય લીલા ભણશાળીની ‘લવ એન્ડ વોર’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ ધાર્યા કરતાં વધારે લંબાઈ ગયું છે. 

આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થાય તે પછી જ વિક્કી ‘મહાવતાર’ માટે તારીખો ફાળવી શકશે. 



Source link

Related Articles

Back to top button