मनोरंजन
ફલાઈટના ધાંધિયાથી દીપિકા પેરિસ ફેશન વીકમાં ન પહોંચી | Deepika missed Paris Fashion Week due to flight delays

![]()
– દીપિકાએ પોતાનું નામ પાછું ખેંચી લીધું
– દીપિકાને સ્પોન્સર કરનારી બ્રાન્ડે પણ દીપિકાની મજબૂરીનો સ્વીકાર કર્યો
મુંબઇ : દીપિકા પદુકોણ હાલ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ ખોરવાઈ ગઈ હોવાથી પેરિસ ફેશન વીકમાં પહોંચી શકી નથી.
દીપિકા નવમી માર્ચે પેરિસ જવાની હતી.
પેરિસમાં તેના આગમન અને શો માટેની તૈયારીઓ થઇ રહી હતી.પરંતુ ઇરાન-ઇઝારયલના યુદ્ધના કારણે થયેલી ફ્લાઇટ્સ રદ થવાથી તે શોમાં પહોંચી શકી ન હતી. તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. દીપિકાને સ્પોન્સર કરનારી આંતરારાષ્ટ્રીય બ્રાન્ડના મેનેજમેન્ટએ દીપિકાના નિર્ણયને સાહજિક રીતે સ્વીકાર્યો હતો. દીપિકાએ હાલ સંખ્યાબંધ ફિલ્મ પ્રોજેક્ટસ ગુમાવ્યા છે અને પેરિસ ફેશન વીકમાં ભાગ લેવાની તક ગુમાવવાના કારણે તેના માટે એક મહત્વની આંતરરાષ્ટ્રીય તક પણ સરી ગઈ છે.



