मनोरंजन

હર્ષવર્ધન રાણે, તાન્યાની ફોર્સ થ્રીનું શૂટિંગ ગુજરાતમાં શરૂ | Harshvardhan Rane Tanya’s Force 3 shooting begins in Gujarat



– જોન અબ્રાહમ પણ ટૂંક સમયમાં સામેલ થશે

– 10 વર્ષ પછી ફિલ્મનો ત્રીજો ભાગ આવશે ભાવ  ધુલિયાને દિગ્દર્શન સોંપાયું

મુંબઇ : જોન અબ્રાહમની ‘ફોર્સ થ્રી’નું શૂટિંગ હાલ શરુ થયું છે. અત્યારે હર્ષવર્ધન રાણે તથા તાન્યા માનિકતલાએ ગુજરાતનાં લોકેશન્સ પર શૂટિંગ શરુ કરી દીધું છે. જોન પોતે ટૂંક સમયમાં આ શૂટિંગમાં સામેલ થશે.

 ફિલ્મનું શૂટિંગ ગયાં વર્ષથી જ શરુ થઈ જવાનું હતું પરંતુ તે કોઈને કોઈ કારણોસર ઠેલાતું  રહ્યું હતું. 

આ ફિલ્મનું દિગ્દર્શન  ભાવ ધુલિયા કરી રહ્યો છે. ભાવ ધુલિયાએ આ પહેલા વેબ સીરીઝ ‘ખાકી ઃ ધ બિહાર ચેપ્ટર’નું દિગ્દર્શન કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, જોન અબ્રાહમની ‘ફોસ’ર્ ફિલ્મ ૨૦૧૧ અને ‘ફોર્સ ટ’ુ ૨૦૧૬માં રિલીઝ થઇ હતી.  હવે ૧૦ વર્ષ પછી ફિલ્મનો ત્રીજો ભાગ આવી રહ્યો છે. 



Source link

Related Articles

Back to top button