VIDEO | ‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને માફી માંગી, બિભત્સ શબ્દો હટાવાશે | Tatiri Song Controversy Badshah Facing FIR and Lookout Notice in Haryana

![]()
Badshah Tatiri Song Controversy : બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે. બાદશાહ તેના નવા ગીત ‘ટટીરી’ને લઈને વિવાદમાં આવ્યા છે. હરિયાણા મહિલા આયોગે ગીતમાં વપરાયેલા લિરિક્સ અને વિઝ્યુઅલ સામે વાંધો ઉઠાવ્યો છે. હરિયાણામાં ઘણી જગ્યાએ રેપર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, અને તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. બાદશાહે હવે આ વિવાદ માટે માફી માંગી છે. ‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને માફી માંગી છે.
બાદશાહે ‘ટટીરી’ ગીતને લઈને અફસોસ વ્યક્ત કર્યો
બાદશાહે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે ગીત ‘ટટીરી’ને લઈને લોકોને થયેલી અસુવિધા બદલ માફી માંગી હતી. તેણે કહ્યું, “મારું નવું ગીત રિલીઝ થયું છે અને હું જોઉં છું કે તેના એક ભાગમાં મારા લિરિક્સ અને વિઝ્યુઅલના કારણે જે સંદેશ આપવામાં આવ્યો છે તેનાથી ઘણા લોકોની ખાસ કરીને મારા રાજ્ય હરિયાણાના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે.”
બાદશાહે વીડિયો પોસ્ટ કરી શું કહ્યું?
બાદશાહે કહ્યું કે, “સૌ પહેલા હું એ કહેવા માંગુ છું કે હું પોતે હરિયાણાનો છું. જે લોકો મને ઓળખે છે તેઓ જાણે છે કે મારી બોલી, ખાન-પાનની ટેવ, જીવનશૈલી, મારી ઓળખ, બધું જ હરિયાણાનું છે. હું ગર્વથી હરિયાણવી છું. હરિયાણાના કોઈપણ બાળક કે મહિલા વિશે આવી અભદ્ર વાતો કહેવાનો મારો ક્યારેય કોઈ ઇરાદો નહોતો. હું પોતે હિપ-હોપ ઝોનર છું. ગીતના લિરિક્સ ક્યારેય કોઈ સ્ત્રી કે બાળક માટે નહોતા અને હું ક્યારેય આવું કંઈ કરીશ નહીં.”
વધુમાં બાદશાહે જણાવ્યું કે, ‘મે હંમેશા હરિયાણાના કલ્ચરને આગળ વધારવાની કોશિશ કરી છે. જો આ ગીતથી જો કોઈની ભાવનાને ઠેસ પહોંચી છે તો હું માફી માંગુ છુ. હું આશા રાખુ છુ કે, તમે મને હરિયાણાનો દીકરો સમજીને માફ કરો.’
આ પણ વાંચો: Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
કયા વાંધાજનક લિરિક્સના કારણે બાદશાહ મુશ્કેલીમાં મૂકાયો?
બાદશાહના ‘ટટીરી’ ગીતમાં “આયા બાદશાહ ડોલી ચઢાને, ઈન સબકી ઘો* બનાને…” આ લાઈનનો ઘણા લોકોએ વિરોધ કર્યો છે. ગીતના લિરિક્સમાં અશ્લીલતા હોવાને કારણે હરિયાણામાં FIR દાખલ કરવામાં આવી હતી, જેના કારણે પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસે બાદશાહને શક્ય તેટલી વહેલી તકે હાજર થવાનો આદેશ આપ્યો છે. તેને દેશ છોડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.



