मनोरंजन

પ્રીતિ ઝિન્ટાએ 18 કરોડમાં મુંબઈનો ફલેટ વેચ્યો | Preity sells Mumbai flat for Rs 18 crore



– 1700 ચોરસ ફૂટના ફલેટનો સોદો કર્યો    

– બિલ્ડિંગ  રિડેવલપમેન્ટમાં જતાં તેના ભાગરૂપે ફલેટ મળ્યો હતો

મુંબઇ : પ્રીતિ ઝિન્ટાએ  મુંબઇના પાલી હિલ વિસ્તારનો પોતાનો ૧૭૦૦ થી વધુ સ્કે.ફૂટનો ફ્લેટ ૧૮.૫ કરોડમાં વેચ્યો છે. 

આ ફલેટ  બિલ્ડિંગના ૧૧મા માળ પર આવેલો હતો. તેણે આ ફલેટ ખરીદ્યો ન હતો. પરંતુ,  આ ફ્લેટ તેને ૨૦૨૩માં બિલ્ડિંગના રિડવેલપમેન્ટ પ્રોજેક્ટના  ભાગરુપે મળ્યો હતો. 

પ્રીતિ ભારત ઉપરાંત અમેરિકામાં પણ પ્રોપર્ટી ધરાવે છે. આ ફ્લેટ સાથે ત્રણ  પાર્કિગનો પણ સમાવેશ છે. 

આ ફ્લેટનું રજિસ્ટ્રેશન બીજી  માર્ચના રોજ થયું હતું. જેના માટે ૧.૧૧ કરોડ રૂપિયા સ્ટેમ્પ ડયુટી  ચૂકવવામાં  આવી હતી. 



Source link

Related Articles

Back to top button