અનિલ કપૂર જ નહીં, 90ના દાયકાના આ 6 બોલિવૂડ હીરો, જેઓ આજે પણ એક્શન ફિલ્મોમાં મચાવે છે ધૂમ | 90s Actors Doing Action Onscreen Anil Kapoor Amitabh Bachchan Jackie Shroff Sanjay Dutt

![]()
90s Actors Doing Action Onscreen: એવુ લાગી રહ્યું છે કે, બોલિવૂડમાં ફરી એક વાર 90ના દાયકાનો યુગ શરૂ થયો છે. જેમાં અનિલ કપૂર જ નહીં પણ 90ના દાયકાના આ 6 બોલિવૂડ હીરો આજે પણ એક્શન ફિલ્મોમાં ધૂમ મચાવી રહ્યા છે. આમ, તમને બોલિવૂડમાં એ 6 સ્ટાર્સ વિશે જણાવીશું કે જેઓની ઉંમર 60 વર્ષથી વધુ હોવા છતાં સ્ક્રીન પર ધાક જમાવી રહ્યા છે અને એક્શનમાં ફેન્સના દિલ જીતી રહ્યા છે.
અનિલ કપૂર
બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર તેમની એક્ટિંગ માટે જાણીતા છે. વધતી ઉંમરની સાથે તેઓ તેમની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે. તેવામાં અનિલ કપૂર તાજેતરમાં પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી “સુબેદાર” ફિલ્મના રિલીઝને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં અનિલ એક નિવૃત્ત સુબેદારનો રોલ ભજવે છે.
સંજય દત્ત
સંજય દત્ત 90ના દાયકામાં રોમેન્ટિક હીરો તરીકે જાણીતા હતા, ત્યારે હવે તેઓ વિલનના રોલમાં જોવા મળે છે. સંજુ “KGF” જેવી એક્શન ફિલ્મોમાં જોવા મળ્યા છે. આ સાથે “ધુરંધર”માં તેઓએ ચૌધરી અસલમનો રોલ કર્યા હતો. આ રોલમાં દર્શકોએ તેમને ખૂબ પસંદ કર્યા હતા.
જેકી શ્રોફ
જેકી શ્રોફ વિલનના રોલમાં સ્ક્રીન પર ધમાલ મચાવી રહ્યા છે. 90ના દાયકાના હીરો જેકી 60થી વધુ ઉંમર બાદ હવે વિલનના રોલમાં શાનદાર એક્શન કરે છે. તેમને છેલ્લે ‘બેબી જોન’માં જોવા મળ્યા હતા. આ સાથે એક્ટરને રજનીકાંતની ‘જેલર’માં પણ જોવા મળ્યા હતા.
સની દેઓલ
આ લિસ્ટમાં સની દેઓલનું પણ નામ સામેલ છે. સની છેલ્લે બોર્ડર-2માં જોવા મળ્યા હતા. જેમાં સનીએ આર્મી ઓફિસરનો રોલ કર્યો હતો અને 28 વર્ષ પછી સ્ક્રીન પર જૂની બોર્ડરના અંદાજમાં રોલ ભજવતા ફેન્સમાં ખુશી છવાઈ હતી. બોક્સ ઓફિસમાં ફિલ્મે શાનદાર પરફોર્મ કર્યું હતું.
આ પણ વાંચો: IND vs ENG સેમિ ફાઈનલ મેચ બાદ ભીડ પર ભડક્યો વરુણ ધવન! ગુસ્સામાં ઝૂંટવ્યો ફોન, જુઓ વીડિયો
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનની ઉંમર 80થી વધુ છે અને તેઓ આજે પણ સ્ક્રીન પર એક્ટિંગ કરી રહ્યા છે. ‘કલ્કિ’ ફિલ્મમાં એક્શન રોલ કરતાં બચ્ચન દેખાય છે. આ ફિલ્મ વર્ષ 2024માં રિલીઝ કરી હતી. આ ફિલ્મમાં અમિતાભે અશ્વત્થામાનો રોલ કર્યો હતો.
સુનીલ શેટ્ટી
સુનીલ શેટ્ટી પણ 90ના દાયકાના એક્ટરની લિસ્ટમાં સામેલ છે. સુનીલને છેલ્લે ‘કેસરી વીર’ ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટીએ 64 વર્ષની ઉંમરે એક્ટિંગ કરી હતી. તેઓ હવે કોમેડી ફિલ્મ ‘વેલકમ ટૂ ધ જંગલ’માં દેખાશે.



