मनोरंजन

કાર્તિકની નાગઝિલામાં સાઉથની પ્રીતિ મુકન્દન હિરોઈન હશે | South’s Preity Mukhundhan will be the heroine in Karthik’s Naagzilla



– કાર્તિકની જેમ પ્રીતિ પણ બી ટેક થયેલી છે

– ફિલ્મમાં વીએફએક્સનું કામ બહુ બાકી હોવાથી રીલિઝ પાછળ ઠેલાય તેવી સંભાવના

મુંબઇ : કાર્તિક આર્યનની ફિલ્મ ‘નાગઝિલ્લા’માં સાઉથની પ્રીતિ મુકુન્દન હિરોઈન હોવાનું જાહેર થયું છે. પ્રીતિ  અત્યાર સુધી તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ તેની પહેલી હિન્દી ફિલ્મ હશે. 

કાર્તિક આર્યન બોલિવુડમાં આવતાં પહેલાં બી ટેક કરી ચૂક્યો છે. તેની નવી  હિરોઈન પ્રીતિએ પણ ગ્લેમર વર્લ્ડમાં ઝંપલાવતાં  પહેલાં બી. ટેક.ની ડિગ્રી મેળવી છે.   આ ફિલ્મમાં કાર્તિક આર્યન ઇચ્છાધારી નાગના રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ ચોથી ઓગસ્ટના રીલિઝ  કરવાની યોજના હતી. પરંતુ વીએફએક્સનું અને પોસ્ટ પ્રોડક્શનનું ઘણું કામ બાકી હોવાથી ફિલ્મની રીલિઝ  પાઠળ ઠેલાઈ જાય તેવી સંભાવના છે. 

ઉલ્લેખનીય છ ેકે, ૨૦૨૫માં  કાર્તિક  આર્યન ‘તુ  મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’માં જોવામાં મળ્યો હતો. આ ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઇ હતી. 



Source link

Related Articles

Back to top button