मनोरंजन

VIDEO | રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં રિસેપ્શન, અનેક સ્ટાર્સ પહોંચ્યા | Rashmika Mandanna Vijay Deverakonda Reception




Rashmika Mandanna Vijay Deverakonda Reception : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ 26 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. આ કપલનું આજે(4 માર્ચ) હૈદરાબાદમાં રિસેપ્શન છે. આ કાર્યક્રમમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સ પહોંચી રહ્યા છે. આ સાથે બોલિવૂડના કેટલાક સેલિબ્રિટી પણ હાજર રહે તેવી અપેક્ષા છે. 

હૈદરાબાદમાં રશ્મિકા અને વિજયના રિસેપ્શનમાં અનેક સેલિબ્રિટી ઉપસ્થિત રહ્યા છે. જેમાં ચિરંજીવી, રામચરણ, નાગા ચેતન્ય સહિતના સ્ટાર્સ રિસેપ્શનમાં પહોંચ્યા છે.

આ પણ વાંચો: PHOTOS: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના ‘શાહી લગ્ન’ સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેવરિટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ ઉદયપુરની આઈટીસી હોટલ મેમેન્ટોસ ખાતે ભવ્ય સમારોહમાં તેલુગુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ 26 ફેબ્રુઆરીની સાંજે 5 વાગ્યે રશ્મિકાના વતન કુર્ગની પરંપરા મુજબ ‘કોડવા’ રીત-રિવાજ મુજબ લગ્ન સંપન્ન થયા હતી. રશ્મિકા અને વિજયે લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. 





Source link

Related Articles

Back to top button