मनोरंजन
પોલીસની વિનંતી બાદ રશ્મિકાએ રિસેપ્શનમાં ગેસ્ટની યાદી ટૂંકાવી


– આજે હૈદરાબાદમાં રિસેપ્શન યોજાશે
– ફક્ત આમંત્રિતો સિવાય બાકીના ચાહકોને ઉમટી નહિ પડવા માટે અપીલ પણ કરી
મુંબઇ : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું રિસેપ્શન ચોથી માર્ચે હૈદરાબાદમાં યોજાઇ રહ્યું છે. તેવામાં યુગલે પોતાના વેડિંગ રિસેપ્શન માટે એક પોસ્ટ શેર કરીને ફક્ત આમંત્રિતો જ આવે અને ચાહકો તેમજ અન્ય લોકો ઉમટી ન પડે તેવી અપીલ કરી છે.
રશ્મિકા અને વિજય પહેલાં તો તેલુહુ, હિંદી, તમિલ,મલયાલમ અને કન્નડ ફિલ્મ જગતની હસ્તીઓ, રાજકારણીઓ અને ઊચ્ચ ઓફિસરોને મોટાપાયે આમંત્રણ આપવાનું નક્કી કર્યું હતું.



