આણંદમાં ઝઘડાની અદાવતમાં એક શખ્સ પર હુમલો કરાયો | A man was attacked in the midst of a dispute in Anand

![]()
એક શખ્સ સામે પોલીસ ફરિયાદ
બોલાચાલી બાદ તકરારની રિસ રાખીને લાકડીથી મારમારતા એકને ઇજા
આણંદ: આણંદ શહેરના નાની ખોડીયાર વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી એક શખ્સે અન્ય એક વ્યક્તિને લાકડાનો ડંડો મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો .
આણંદ શહેરના નાની ખોડીયાર વિસ્તારમાં બ્રિજ લક્ષ્મી વિહાર સોસાયટી ખાતે રહેતા અમરાભાઇ રામાભાઇ સોલંકી કડિયાકામ કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓના ઘરની બાજુમાં મેરૂભાઈ મહાદેવભાઇ ઉમટ કરિયાણાની દુકાન ચલાવે છે. ચાર પાંચ વર્ષ અગાઉ અમરાભાઇનો અસ્થિર મગજનો દીકરો મિત કરિયાણાની વસ્તુ લેવા માટે મેરૂભાઈની દુકાને ગયો હતો. બોલાચાલી થતાં ઝઘડો થયો હતો. અમરાભાઇ સોલંકી મેરૂભાઈ સાથે સંબંધ રાખતા ન હતો. જેની રિસ રાખી ગત તારીખ ૨૧ મી ફ્રેબુઆરીના રોજ અમરાભાઇ બાઈક લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે મેરૂભાઈ લાકડાનો ડંડો લઈને આવ્યા હતા અને અમરાભાઇને માથાના ભાગે મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે અમરાભાઇ સોલંકીએ આણંદ શહેર પોલીસ મથકમાં મેરૂભાઈ મહાદેવભાઇ ઉમટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



