मनोरंजन

વિક્રમ ભટ્ટની ફિલ્મ ખિલૌને માટે અનુપ્રિયા ગોએન્કાનું પેમેન્ટ પણ બાકી | Anupriya Goenka payment for Vikram Bhatt’s film Khilao is also pending



– અનેક ક્રુ મેમ્બર્સ હજુ પેમેન્ટની રાહમાં

– શૂટિંગ વખતે અનેક સમસ્યાઓ થઈ હતી, હાલ ચાર વર્ષથી ફિલ્મ અધૂરી પડી છે

મુંબઇ : વિક્રમ ભટ્ટ સામે ફિલ્મ બનાવવા માટે નાણાં લીધા બાદ ફિલ્મ નહિ બનાવવા બદલ કેસ થયો છે. આ કેસ સંદર્ભમાં તેની અધૂરી ફિલ્મ ‘ખિલૌને’ વિશે પણ અનેક ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મની હિરોઈન અનુપ્રિયા ગોએન્કાને પણ સંપૂર્ણ પેમેન્ટ ચૂકવાયું નથી. અનેક ક્રૂ   મેમ્બર્સ પણ  હજુ તેમનાં નાણાંની રાહ જોઈ રહ્યા છે. 

ફિલ્મ ૨૦૨૨ના અંતમાં  જ અધુરી રહી ગઇ હતી. ત્યારથી હજી સુધી ફિલ્મ સાથે જોડાયેલી  તમામ વ્યક્તિને મહેનતાણાં ચુકવવામાં આવ્યા નથી. ફિલ્મના નિર્માણ સમયે  અનેક મુશ્કેલીઓ સામે આવી હતી.  શૂટિંગ ૩૦ દિવસમાં પુરુ કરવાનું શેડયુલ હતું જેના બદલે ૪૫ દિવસ સુધી ખેંચાયુ હતું જેને કારણે શૂટિંગના શેડયુલમાં સમસ્યા ઊભી થઇ હતી. ટેકનિશિયનોથી લઇને કલાકારો પર તેની અસર પડી હતી. ફિલ્મ સાથે જોડાયેલી દરેક વ્યક્તિને આર્થિક નુકસાન થયું છે. 



Source link

Related Articles

Back to top button