राष्ट्रीय

‘આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નહીં…’, ઈઝરાયલથી પીએમ મોદીનો પાકિસ્તાનને મેસેજ | pm modi benjamin netanyahu press conference israel visit



PM Modi Israel visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઇઝરાયલની મુલાકાતે છે. આ દરમિયાન ગઈકાલે તેમણે ઈઝરાયલની સંસદ નેસેટને સંબોધિત કરી હતી. ત્યારબાદ આજે(26 ફેબ્રુઆરી) વડાપ્રધાન મોદી અને ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં બંને દેશો વચ્ચે અનેક મોટા કરારો થયા છે.  ત્યારબાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘મારા અને ભારતીય ડેલીગેશનના ઉમળકાભેર સ્વાગત માટે હું વડાપ્રધાન નેતન્યાહૂનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. 9 વર્ષ પહેલા મને ઇઝરાયલની યાત્રા કરનારા પહેલા ભારતીય વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. એકવાર ફરી ઇઝરાયલની ધરતી પર પગ મૂકવો મારા માટે ગર્વ અને અનુભૂતિની વાત છે. ઈઝરાયલી સંસદ દ્વારા મળેલા સન્માન માટે ઇઝારયલના લોકોનો આભાર. અમારા ગાઢ સંબંધ વિશ્વાસ અને એકબીજાના લોકતાંત્રિક મૂલ્યો અને માનવીય સંવેદનાઓની મજબૂત આધારશિલા પર સ્થાપિત છે. અમારા સંબંધો સમયની દરેક કસોટી પર ખરા ઉતર્યા છે.’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજે અમે પોતાની ભાગીદારીને વિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. એકબીજાના રોકાણને વધારવા માટે અમે ગત વર્ષ BTA કરાર કર્યા. અમે ટૂંક સમયમાં FTAને પણ અંતિમ રૂપ આપીશું. ટેક્નોલોજી અમારી ભાગીદારીનું કેન્દ્ર છે. મને ખુશી છે કે, ઇઝરાયલમાં UPIના ઉપયોગ માટે કરાર કરાયા છે.’

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘સંરક્ષણ ક્ષેત્રમાં ઇઝરાયલ અમારો દાયકાઓ જૂનો વિશ્વસનીય સહયોગ રહ્યો છે. ગત વર્ષે થયેલા MoUથી નવા આયામ જોડાશે. અમે મળીને ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજીની દિશામાં આગળ વધીશું. જોઈન્ટ પ્રોડક્શનમાં પણ બંને દેશો આગળ વધશે.’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આતંકવાદનું દુનિયામાં કોઈ સ્થાન નથી, તેને કોઈપણ કિંમતમાં સ્વીકારી ન શકાય. અમે ખભેખભો મિલાવીને આતંકવાદ અને તેમના સમર્થકોનો વિરોધ કરતા રહ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું.’



Source link

Related Articles

Back to top button