मनोरंजन

નીરજ પાંડે સંગીતકાર આર ડી બર્મનની બાયોપિક બનાવશે | Neeraj Pandey to make biopic on composer R D Burman



– મુખ્ય ભૂમિકા માટે એક એક્ટર સાથે વાતચીત શરુ

– ફિલ્મની પટકથા તૈયાર થઈ ગઈ, શૂટિંગ લોકેશન્સ માટે રેકી પણ કરી લેવાઈ

મુંબઇ : સંગીતકાર આર ડી બર્મનની બાયોપિકની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ જીવનકથનીનું દિગ્દર્શન નીરજ પાંડે કરશે.જોકે નીરજ પાંડેએ આ બાબતે સત્તાવાર પુષ્ટિ કરી નથી.  સૂત્રોના અનુસાર, ફિલ્મની પટકથા  તૈયાર થઇ ગઇ છે અને સ્કોટલેન્ડ અને બુડાપેસ્ટમાં  શૂટિંગ માટે  રેકી પણ કરી લેવામાં આવી છે. જોકે આ બાયોપિક માટે હજી કાસ્ટિંગ વિશે ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે નિર્માતાઓએ એક અભિનેતા સાથે વાતચીત શરૂ કરી દીધી છે. આ અભિનેતાની તારીખો મળ્યા બાદ શૂટિંગની તારીખો ફાઈનલ થશે. 

આર.ડી. બર્મન પંચમ દા ના નામે  ભારતીય સિનેમામાં લોકપ્રિય થયા હતા. તેમના કારકિર્દી ૧૯૬૦ થી ૧૯૯૦ના દાયકા સુધી રહી હતી. 

આ  દરમિયાન તેમણે ૩૦૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. 



Source link

Related Articles

Back to top button