मनोरंजन

રશ્મિકા અને વિજયનાં પ્રિ વેડિંગ ફંકશનમાં જાપાનીઝ ક્યુઝિન | Japanese cuisine at Rashmika and Vijay pre wedding function



– પૂલ પાર્ટી અને કેન્ડલ લાઇટ ડિનર યોજાયાં 

– વિજય દેવરકોંડા લગ્નમાં આવેલા મહેમાનો સાથે વોલીબોલ રમ્યો

મુંબઈ : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના પ્રિ વેડિંગ ફંકશનમાં પહેલી સાંજે જાપાનીઝ ક્યુઝિન સાથે ડીનર યોજાયું હતું. વિજય દેવરકોંડા પોતાના મિત્રો અને સ્વજનો સાથે વોલીબોલ  રમ્યો હતો. રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નના પ્રી-વેડિંગ ફંકશન શરૂ થઇ ગયા છે. યુગલે પોતાના ચાહકો માટે સોશયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. બન્નેએ પોત-પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખાસ પળોની તસવીરો શેર કરીને પોતાના  ચાહકોને પ્રી-વેડિંગ ફંકશનની ખુશીમાં સામેલ કર્યા હતા.  

પ્રી-વેડિંગ  ફેસ્ટિવિટીની શરૂઆત એક પૂલ પાર્ટીથી થઇ હતી.જેમાં અંગત મિત્રો સામેલ થયા હતા. તસવીરોમાં પૂલના કિનારે મસ્તી અને મોજ મજાનો માહોલ જોવા મળ્યો હતો.

આવતીકાલે પચ્ચીસમી ફેબુ્રઆરીના રોજ હલદી અને સંગીતનું આયોજન  છે. ૨૬ ફેબુ્રઆરીનાં રોજ યુગલ સાત ફેરા લેશે. 



Source link

Related Articles

Back to top button