રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ક્રેશ, સાત લોકો હતા સવાર | Air ambulance going from Ranchi to Delhi crash seven people were on board

![]()
Air Ambulance Crash: રાંચી થી દિલ્હી જઈ રહેલી એક એર એમ્બ્યુલન્સ સોમવારે સાંજે ચતરા જિલ્લાના સિમરિયા ક્ષેત્રમાં ક્રેશ થઈ ગઈ છે. આ એક મેડિકલ ફ્લાઇટ હતી જે એક ગંભીર રૂપથી બીમાર દર્દીને લઈ જઈ રહી હતી. વિમાનમાં કુલ સાત લોકો સવાર હતા. જેમાં એક દર્દી, એક ડૉક્ટર, 1 પેરામેડિકલ સ્ટાફ, 2 દર્દીના પરિવારજનો અને 1 મુખ્ય પાયલટ તો 1 કો પાયલટ સામેલ હતા. ઘટના સ્થળનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
ATC સાથે એર એમ્બ્યુલન્સ વિમાનનો સંપર્ક ટેકઓફ થયા બાદ થોડી ક્ષણો પછી તૂટી ગયો હતો. એરપોર્ટ નિર્દેશકે દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. હાલ સ્થાનિક પ્રશાસન અને પોલીસની ટીમો જંગલમાં રાહત બચાવમાં કાર્યમાં લાગી ગઈ છે.
વિમાનમાં સવાર લોકોના નામ
-અર્ચના કુમારી
-ધ્રુવ કુમાર
-ડો. વિકાસ ગુપ્તા
-સચિન કુમાર મિશ્રા
-વિવેક વિકાસ ભગત
-સવરાજદીપ સિંહ
AAIBની ટીમને તપાસ માટે મોકલાઈ
DGCAએ ઘટનાની પુષ્ટિ કરી કહ્યું છે કે, ’23 ફેબ્રુઆરીના રોજ રેડબર્ડ એરવેઝ પ્રાઇવેટ લિમિટેડનું બીચક્રાફ્ટ C90 વિમાન રાંચીથી દિલ્હીના રૂટ પર એર એમ્બ્યુલન્સ તરીકે ઉડાન ભરી રહ્યું હતું, જે ઝારખંડના ચતરા જિલ્લાની કસરિયા પંચાયતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સના બે સભ્યો સહિત કુલ સાત લોકો સવાર હતા. વિમાને ભારતીય સમય અનુસાર સાંજે 19:11 વાગ્યે રાંચીથી ઉડાન ભરી હતી, પરંતુ કોલકાતા સાથે સંપર્ક સ્થાપિત કર્યા બાદ, 19:34 વાગ્યે વારાણસીના દક્ષિણ-પૂર્વમાં વિમાનનો રડાર સંપર્ક તૂટી ગયો હતો. હાલ જિલ્લા પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે હાજર છે, અકસ્માતની વિગતવાર તપાસ માટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની ટીમને મોકલવામાં આવી રહી છે. તપાસ બાદ વધુ જાણકારી શેર કરવામાં આવશે’
આ પણ વાંચો: ‘જો કોઈ દેશ અમારી સાથે ખેલ કરશે તો…’ ટ્રમ્પની વધુ એક ચેતવણીએ ફરી વધાર્યું ટેન્શન
હાલ જે સ્થળે એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ત્યાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જંગલ વિસ્તાર હોવાથી તેમાં અડચણો આવી રહી છે. સવાર સાત લોકોનું શું થયું તે અંગે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.


