કોકટેલ ટુમાં રશ્મિકા અને ક્રિતી લેસ્બિયન કપલ હશે તેવી ચર્ચા | There are rumors that Rashmika and Kriti will be a lesbian couple in Cocktail 2

![]()
– સ્ટોરી વિશે અટકળો પણ સર્જકો તરફથી કોઈ પુષ્ટિ નહિ
– ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે, મોટાભાગે આગામી સપ્ટે.માં રીલિઝ થઈ શકે
મુંબઈ : રશ્મિકા મંદાના, ક્રિતી સેનન તથા શાહિદ કપૂરની ફિલ્મ ‘કોકટેલ ટુ’ની સ્ટોરીની વિગતો ચર્ચાવા લાગી છે. એક દાવા મુજબ આ ફિલ્મમાં રશ્મિકા અને ક્રિતી સેનન લેસ્બિયન કપલની ભૂમિકામાં હશે. જ્યારે તેમના પ્રણય ત્રિકોણમાં ત્રીજાં પાત્રની ભૂમિકા શાહિદ કપૂરની હશે.
જોકે, આ દાવો સાચો છે કે કે તે કન્ફર્મ નથી. ફિલ્મના સર્જકો દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. ફિલ્મનું શૂટિંગ ગયા મહિને પૂર્ણ થઈ ચૂક્યુું હોવાની જાહેરાત ડાયરેક્ટર હોમી અડજાણિયાએ કરી હતી. ફિલ્મની રીલિઝ ડેટ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર ઘોષણા કરાઈ નથી. જોકે, અટકળો એવી છે કે આ ફિલ્મ મોટાભાગે આગામી સપ્ટમ્બરમાં રીલિઝ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘કોકટેલ’ પણ પ્રણયત્રિકોણ આધારિત હતી અને તેમાં સૈફ અલી ખાન, દીપિકા પદુકોણ તથા ડાયના પેન્ટીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.



