DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા | Nobel Laureate James Watson Exposed in Epstein Files: DNA Scientist Seen with Girls at NY Mansion

Nobel Laureate James Watson Exposed in Epstein Files : અમેરિકાના ન્યાય વિભાગે એપસ્ટિન ફાઈલના કેસની એક ચોંકાવનારી તસવીર જાહેર કરી છે, જેના કારણે વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ વખતે તેમાં નોબલ વિજેતા વિજ્ઞાની જેમ્સ વોટ્સનનું નામ સામે આવ્યું છે. દાવા મુજબ વોટ્સન ગુનેગાર એપસ્ટિનના ન્યૂયોર્કમાં આવેલા મહેલમાં ગયા હોવાની એક તસવીર સામે આવી છે. વોટ્સન એપસ્ટિન નેટવર્કમાં સામેલ ત્રણ યુવતી સાથે હસતાં ચહેરે પોઝ આપતા દેખાઈ રહ્યા છે. જો કે, આ ત્રણેય યુવતીના ચહેરા બ્લર કરી દેવાયા છે.

દુનિયામાં ક્રાંતિ લાવતી શોધ કરી
જેમ્સ વોટ્સન સામાન્ય વ્યક્તિ ન હતા. તેમણે DNA સ્ટ્રક્ચર એટલે કે ડીએનએની ‘ડબલ હેલિક્સ’ સંરચના શોધ કરી હતી. આ માટે તેમને 1962માં નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ શોધ વિશ્વની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે કારણ કે, તેમની આ મહાન શોધથી જ વ્યક્તિની જિનેટિક્સ માહિતી જાણી શકાય છે. આ શોધ બાદ સામે આવ્યું કે, DNA એ એક લાંબી, વળેલી સીડી જેવી સંરચના છે. આ શોધથી જિનેટિક્સની દુનિયામાં ક્રાંતિ આવી છે.
આ પણ વાંચો : ઈઝરાયલનો ખતરનાક પ્લાન, 8 મુસ્લિમ દેશો વિરોધમાં, સાઉદીએ પણ યહૂદી દેશને આંખો બતાવી
એપસ્ટિન ફાઈલ્સમાં નોબલ વિજેતાનું નામ આવતા ખળભળાટ
વિશ્વમાં એપસ્ટિન ફાઈલ્સની ખૂબ ચર્ચા થઈ રહી છે કારણ કે તેમાં અવાર-નવાર અને લોકોના નામ સામે આવતા રહે છે. આ વખતે નોબલ વિજેતા જેમ્સ વોટ્સનનું નામ સામે આવ્યું છે, જેમનું 97 વર્ષની વયે 2025માં અવસાન થયું છે. જો કે તસવીર ક્યાંની, કંઈ તારીખની છે, તેનો કોઈ ઉલ્લેખ નથી. આ ઉપરાંત તસવીરને કોઈ ખોટું કામ કર્યું હોવાનો પુરાવો માનવામાં આવી રહ્યો નથી, પરંતુ આ તસવીરના કારણે નવો વિવાદ સર્જાયો છે.



