मनोरंजन
રાજેશ ખન્ના-ડિમ્પલની દોહિત્રી નાઓમિકાએ ફિલ્મ શૂટિંગ શરૂ કર્યું | Rajesh Khanna Dimple’s granddaughter Naomika starts shooting for a film

![]()
– વેદાંગ રૈના નાઓમિકાનો હિરો હશે
– હજુ ફિલ્મનું ટાઈટલ જાહેર કરાયું નથી, રોમાંટિક કોમેડી હોવાની અટકળો
મુંબઈ : રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દોહિત્રી નાઓમિકાએ બોલિવુડમાં એન્ટ્રી કરી લીધી છે. તેની પહેલી ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે.
‘સ્ત્રી’ સહિતની ફિલ્મોના નિર્માતા મેડોક ફિલ્મસ દ્વારા આ ફિલ્મ બનાવાઈ રહી છે. વેદાંગ રૈના તેનો હિરો હશે. ફિલ્મની વાર્તા કે ટાઈટલની વિગતો હજુ અપાઈ નથી પરંતુ, મોટાભાગે આ ફિલ્મ એક રોમાન્ટિક કોમેડી હશે તેમ મનાઈ રહ્યું છે. જગદીપ સિદ્ધુ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. નાઓમિકા ડિમ્પલની દીકરી રિંકી ખન્નાની પુત્રી છે.
રિંકીએ પણ બોલિવુડમાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તે ખાસ સફળ થઈ ન હતી. નાઓમિકા સોશિયલ મીડિયા પર અત્યારથી જ પોપ્યુલર છે.



