मनोरंजन

રશ્મિકા-વિજયના લગ્નમાં ફિલ્મ ઉદ્યોગમાંથી કોઈને આમંત્રણ નહિ | No one from the film industry will be invited to Rashmika Vijay wedding



– લગ્ન સ્થળે  નો મોબાઈલ પોલિસી લાગુ કરશેે 

– 24મીથી વિધિઓ શરૂ : 26મીએ લગ્ન પછી બંને લગભગ એક મહિનાનો બ્રેક લેશે

મુંબઈ : રશ્મિકા મંદાના તથા વિજય દેવરકોંડાના આગામી તા. ૨૬મી એ ઉદયપુરમાં યોજાનારાં લગ્નનું કાઉન્ટડાઉન શરુ  થઈ ગયું છે. એવી  વાત બહાર આવી છે કે આ લગ્નમાં બોલિવુડ કે તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાંથી પણ કોઈ સેલિબ્રિટીને આમંત્રણ અપાયું નથી. 

યુગલના નિકટવર્તી સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેના પરિવારજનો  તથા કેટલાક ચુનંદા મિત્રોની મર્યાદિત  હાજરીમાં જ લગ્ન આટોપાવાના છે. 

લગ્નના  ફોટા લીક ન થાય તે માટે તમામ મહેમાનોને  લગ્ન સ્થળે  મોબાઈલ ચાલુ નહિ રાખવા જણાવી  દેવાયું છે.  લગ્ન સંબંધિત વિધિઓ ૨૪મી ફેબુ્રઆરીથી શરુ થઈ જશે. તેમાં અંગત સ્વજનોને જ આમંત્રણ અપાયું છે. ફિલ્મ ઉદ્યોગના મિત્રો માટે હૈદરાબાદમાં અલગથી રિસેપ્શન યોજાવાનું છે.  

રશ્મિકા અને વિજય બનેએ પોતાનાં હસ્તાક્ષરમાં મિત્રોને આ રિસેપ્શન માટે આમંત્રણ પવ્વ્યાં હોવાનું કહેવાય છે. 

લગ્ન બાદ રશ્મિકા તથા વિજય બંને આશરે એક મહિનાનો બ્રેક લેશે તેવી સંભાવના છે. 



Source link

Related Articles

Back to top button