VIDEO: ‘ભારત-ફ્રાન્સ બનાવશે એવરેસ્ટની ઊંચાઈ સુધી ઉડનારું હેલિકોપ્ટર’, મેકોં સાથેની PCમાં બોલ્યા PM મોદી | PM Modi & Emmanuel Macron Announce India France Free Trade Agreement in Mumbai

![]()
PM Modi Macron Meeting : ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે મુંબઈના લોકભવનમાં ઐતિહાસિક મુલાકાત યોજાઈ હતી. ત્યારબાદ બંનેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન બંને નેતાઓએ બંને દેશોને ગતિ આપતા નિર્ણયોની જાહેરાત કરી છે.
ફ્રાન્સ ભારતનું જૂનું ભાગીદાર : PM મોદી
રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાને કહ્યું કે, ‘ફ્રાન્સ ભારતનું સૌથી જૂનું વ્યૂહાત્મક ભાગીદારોમાંથી એક છે. આજે અમે બંને દેશોના સંબંધોને એક વિશેષ, વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારી તરીકે સ્થાપિત કરી રહ્યા છીએ. આનાથી વૈશ્વિક સ્થિરતા અને પ્રગતિની ભાગીદારીમાં વધારો થશે. અમે મેક્રોન સાથે મળીને ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીને અભૂતપૂર્વ ઊર્જા આપી છે.
આ પણ વાંચો : ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો
‘માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સુધી ઊડતું હેલિકોપ્ટર બનાવીશું’
વડાપ્રધાન મોદીએ H-125 હેલિકોપ્ટરની ડીલ અંગે કહ્યું કે, ‘અમે ગર્વ છે કે, ભારત અને ફ્રાન્સ મળીને માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સુધી ઊડતું વિશ્વ પહેલું હેલિકોપ્ટર બનાવશે અને પછી તેને વિશ્વભરમાં આયાત કરીશું. બંને દેશો વચ્ચે કોઈપણ સરહદ નથી. અમે થોડા દિવસો પહેલા યુરોપીય સંઘ (EU) સાથે મુક્ત વેપાર કરાર (Free Trade Agreement) કર્યા, ત્યારે આ કરાર ભારત-ફ્રાન્સના સંબંધોમાં અભૂતપૂર્વ ગતિ લાવશે.’
‘દરેક ક્ષેત્રમાં સ્વદેશી ઉદ્યોગો અને નવીનતાને પ્રોત્સાહન આપીશું’
તેમણે વધુમાં કહ્યું કે, ‘ઈનોવેસન આઈસોલેશનથી નહીં, પરંતુ કોલેબોરેશનથી આવે છે. અમે દરેક ક્ષેત્રમાં સ્વદેશી ઉદ્યોગો અને નવીનતાને પ્રોત્સાહન આપીશું. બંને દેશોના વિદ્યાર્થીઓ અને સંશોધકો વચ્ચેના વિનિમયની પ્રક્રિયા વધુ સરળ બનાવીશું. આજે વિશ્વ અનિશ્ચિતતાના સમયમાંથી પસાર થઈ રહી છે, ત્યારે અમે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ (IMEC) દ્વારા સમૃદ્ધિમાં વધારો કરતા રહીશું.’
‘સંકટગ્રસ્ત દેશોમાં શાંતિના પ્રયાસોનું સમર્થન કરતા રહીશું’
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદીએ આતંકવાદ અને વિશ્વના જુદા જુદા ભાગોમાં ચાલી રહેલા યુદ્ધની સંભાવના તરફ ઈશારો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘યુક્રેન, પશ્ચિમ એશિયા તેમજ ઇન્ડો-પેસિફિક સહિત તમામ ક્ષેત્રમાં શાંતિના પ્રયાસોનું સમર્થન કરતા રહીશું. આતંકવાદના તમામ રૂપને જળથી ઉખેડી ફેંકવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે ટૂંક સમયમાં ફ્રાન્સમાં સ્વામી વિવેકાનંદ કલ્ચર શરૂ કરવાની તૈયારી કરી દીધી છે. આજે અમે મળીને નવા અધ્યાયનો શુભારંભ કરી રહ્યા છીએ.’
ભવિષ્યના નિર્માણ માટેના અનેક પ્લેટફોર્મની જાહેરાત
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, ‘આપણે હેલ્થમાં AI માટે ઈન્ડો-ફ્રેન્ચ સેન્ટર, ડિજિટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે ઈન્ડો-ફ્રેન્ચ સેન્ટર અને એરોનોટિક્સમાં કૌશલ્ય વર્ધન માટે નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ લોન્ચ કરીશું.’ વડાપ્રધાને આ પ્રોજેક્ટ્સને ભવિષ્યના નિર્માણ માટેના પ્લેટફોર્મ ગણાવ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું કે આજે જ્યારે વિશ્વ અનિશ્ચિતતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ભારત-ફ્રાન્સની આ ભાગીદારી વૈશ્વિક સ્થિરતા માટે એક મજબૂત તાકાત તરીકે ઉભરી રહી છે.



