मनोरंजन

ફેમસ ક્રિકેટરે મને એટલા મેસેજ કર્યા કે બ્લોક કરવો પડ્યો! પૂનમ પાંડેનો ચોંકાવનારો દાવો | poonam pandey controversial statement cricketer used to message me gets troll



Image Source: Twitter

Poonam Pandey’s Controversial Statement For Cricketer: એક્ટ્રેસ પૂનમ પાંડે સતત કોઈને કોઈ વિવાદોના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તે લવ લાઈફને લઈને ચર્ચામાં હોય છે, તો ક્યારેક મોતની અફવા ફેલાવીને લોકોને ઝટકો આપી દે છે. હવે તેણે ક્રિકેટરોને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. 

ફેમસ ક્રિકેટરે મને એટલા મેસેજ કર્યા કે બ્લોક કરવો પડ્યો

પૂનમ પાંડેએ ક્રિકેટર્સ-એક્ટર્સને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, ઘણા એક્ટર્સ અને ક્રિકેટર્સ છે, જે મને મેસેજ કરતા હતા. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તમને ઘણા બધા DM (ડાયરેક્ટ મેસેજ) આવતા હશે ને? એવા લોકોના પણ જેમનું બ્લુ ટિક હોય છે, જે ફેમસ હોય છે? ત્યારે પૂનમે કહ્યું કે ‘હા’. 

પૂનમને પૂછવામાં આવ્યું કે, કોઈનું નામ જણાવવા માગશો? ત્યારે પૂનમે કહ્યું કે, ‘હું નામ નહીં જણાવી શકું. પરંતુ એવા ઘણાં બધા ખેલાડીઓ અને સ્ટાર્સ છે, જેમણે મને મેસેજ કરતા હતા.’ 

શું તેઓ તમને DM કરતા હતા? એવા સવાલના જવાબમાં પૂનમે જવાબ આપ્યો કે, ‘એક ફેમસ ક્રિકેટરે લખ્યું હતું કે, તું ખૂબ ક્યૂટ લાગે છે. તે વારંવાર મેસેજ કરી રહ્યો હતો, તેથી બાદમાં મારે તેને બ્લોક કરવો પડ્યો.’

તેઓ મારી સાથે માત્ર હેંગઆઉટ કરવા માગે છે

ત્યારબાદ પૂનમને આગળ પૂછવામાં આવ્યું કે, ‘જે ક્રિકેટર તમને મેસેજ કરે છે તેઓ સીરિયસ હોય છે કે પછી માત્ર ટાઈમપાસ કરી રહ્યા હોય છે?’

આ અંગે પૂનમે જવાબ આપ્યો કે, ‘જે પ્રકારના તેમના મેસેજ આવતા હતા તેના પરથી એવું લાગતું નહોતું કે, તેઓ સીરિયસ છે. હું પ્રામાણિકતાથી કહું તો એવું લાગે છે કે તેઓ મારી સાથે માત્ર હેંગઆઉટ કરવા માગે છે. ઘણી વખત તો તેમને ઈગ્નોર કરવા પડે છે કારણ કે, મને એવું લાગે છે કે આ લોકો ખુદને ખબર નહીં શું સમજે છે. મને વિશ્વાસ છે કે તેઓ મારી જેમ બીજી છોકરીઓને પણ મેસેજ કરતા હશે.’

આ પણ વાંચો: ગુજરાતમાં ‘ડ્રગ્સનો દરિયો’! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, ઈરાની કનેક્શન ખૂલ્યું

સોશિયલ મીડિયામાં યુઝર્સ ભડક્યા  

જો કે, પૂનમ પાંડેને તેના આ નિવેદન બદલ ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. યુઝર્સનું કહેવું છે કે, આ બધુ સ્ક્રિપ્ટેડ છે અને તે અટેન્શન મેળવવા માટે કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડે પહેલા એક્ટ્રેસ ખુશી મુખર્જીએ પણ ક્રિકેટર્સ માટે આવા જ દાવા કર્યા હતા. તેણે કહ્યું હતું કે, ‘સૂર્યકુમાર યાદવ મને મેસેજ કરતો હતો.’ તેના આ નિવેદન બાદ તેની ખૂબ ચર્ચા થવા લાગી હતી. 



Source link

Related Articles

Back to top button