राष्ट्रीय

JEE Mains Result 2026: જેઈઈ મેઈન રિઝલ્ટ જાહેર, 12 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા, જુઓ લિસ્ટ | Results for JEE Main 2026 Session 1 – Paper I B E/B Tech


JEE Main 2026 Result Out: જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) મેઈન 2026 સેશન 1માં સામેલ ઉમેદવારો માટે એક મોટી અપડેટ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE મેઈન 2026 સેશન 1 ના પરિણામો જાહેર કર્યા છે. NTA એ BE અને B.Tech માં પ્રવેશ માટે લેવામાં આવેલા પેપર 1 ના પરિણામો આજે(16 ફેબ્રુઆરી) જાહેર કર્યા છે. B.Arch અને B.Planning માટે લેવામાં આવેલા પેપર 2 ના પરિણામો પછીથી જાહેર કરવામાં આવશે. પેપર 1 માં 12 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. આનો અર્થ એ થયો કે JEE મેઈન 2026 સેશન 1 ના પેપર 1માં 12 ઉમેદવારોએ ઓલ ઈન્ડિયા રેન્ક (AIR 1) મેળવ્યો છે. પરીક્ષામાં હાજર રહેલા કુલ ઉમેદવારોમાંથી 96.26% પાસ થયા છે. 13 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામ જાણવા માટે અહીં ક્લિક કરો…

12 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા

1. શ્રેયાંસ મિશ્રા (દિલ્હી)
2. નરેન્દ્ર બાબુ (આંધ્રપ્રદેશ)
3. શુભમ કુમાર (બિહાર)
4. કબીર છિલ્લર (રાજસ્થાન)
5. ચિંરજીબ કર (રાજસ્થાન)
6. ભાવેશ પાત્રા (ઓડિશા)
7. અનન્ય જૈન (હરિયાણા)
8. અર્ણવ ગૌતમ (રાજસ્થાન)
9. પસલ્લા મોહિત (રાજસ્થાન)
10. માધવ (મહારાષ્ટ્ર)
11. પુરોહિત નિમય (ગુજરાત)
12. વિવાન શરદ (તેલંગાણા)

JEE Mains Result 2026: જેઈઈ મેઈન રિઝલ્ટ જાહેર, 12 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા, જુઓ લિસ્ટ 2 - image



Source link

Related Articles

Back to top button