मनोरंजन

નિર્માતાઓ કલાકારોના કાફલા પાછળ ખર્ચામાં નિયંત્રણો લાવશે | Producers will bring restrictions on spending on the crew of artists



– પ્રોડયૂસર ગિલ્ડ દ્વારા ગાઈડલાઈન રચાશે 

– રણવીર સહિતના કલાકારો ત્રણથી ચાર વેનિટી વાન સહિતનો ખર્ચો માગે છે

મુંબઈ: બોલિવુડમાં છેલ્લા કેટલાય સમયથી કલાકારો પોતાના માટે અલાયદી એક-બે નહિ પરંતુ ત્રણ-ત્રણ ચાર-ચાર વેનિટી વાનનો આગ્રહ રાખતા થયા છે. 

આ વાન તથા તેના સ્ટાફ સહિતનું લાખો રુપિયાનું ભાડું નિર્માતાઓએ ચૂકવવાનું હોય છે. હવે બોલિવુડ નિર્માતાઓ એક કલાકારને કેટલી વાન આપી શકાય તે બાબતે નિયંત્રણ લાવવા બાબતે વિચારી રહ્યા છે. 

પ્રોડયૂસર ગિલ્ડ ઓફ ઈન્ડિયા દ્વારા આ બાબતે ગાઈડલાઈન જાહેર થાય તેવી સંભાવના છે. 

રણવીર સિંહ સહિતના કલાકારો આ પ્રકારના દુરાગ્રહ માટે જાણીતા છે. આ કલાકારો પોતાના આરામ માટે એક વાન, પોતાની મીટિંગો માટે બીજી વાન, કિચન માટે ત્રીજી વાન અને જીમ માટે ચોથી વાન માગે છે. 

કલાકારો પોતાના અલાયદા શેફને પણ સેટ પર લાવે છે જે આખા દિવસમાં માંડ એકાદ સૂપ કે સલાડ બનાવે છે અને તેની રોજની ફી પણ નિર્માતા માથે આકારવામાં આવે છે. 

કેટલાય કલાકારો પોતાના સ્ટાઈલિસ્ટ, મેક અપ આર્ટિસ્ટ, જીમ ટ્રેનર, ન્યુટ્રિશનિસ્ટ, મેડિકલ આસિસ્ટન્ટ સહિતના લોકોને પણ સાથે લાવે છે અને તેમનો ખર્ચો નિર્માતાઓ માથે જ લાદે છે. 

આ બધાં નખરાંથી ત્રાસી  ગયેલા નિર્માતાઓ હવે એક કલાકારને કેટલી વાન આપવી  કે તેના કેટલા સ્ટાફના ખર્ચા ઉઠાવવા તે બાબતે સાથે મળીને કોઈ ગાઈડલાઈન નક્કી કરશે તેમ ચર્ચાય છે. 



Source link

Related Articles

Back to top button