मनोरंजन

રામાયણ પછી લવ એન્ડ વોર આવશે : રણબીરે કન્ફર્મ કર્યું | Love and War will come after Ramayana: Ranbir confirmed



– લવ એન્ડ વોર પાછી ઠેલાયાને સમર્થન 

– બ્રહ્માસ્ત્રનો બીજો ભાગ ધાર્યા કરતાં વહેલો આવશેઃ એનિમલ પાર્કનું શૂટિંગ આવતાં વર્ષથી

મુંબઈ: રણબીર કપૂરે તેની આગામી ફિલ્મો વિશે જાતે અપડેટ આપી છે. તેણે સ્વીકાર્યું છે કે ‘લવ એન્ડ વોર’નાં શૂટિંગમાં મોડું થયું છે અને તેના કારણે આ ફિલ્મ વધારેને વધારે પાછી ઠેલાઈ રહી છે. 

રણબીરે એક સોશિયલ મીડિયા ચેટમાં જણાવ્યું હતું કે તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ હશે. ઉલ્લેખનીય છે કે ‘રામાયણ’ આગામી દિવાળી વખતે રીલિઝ કરવાનું નક્કી થયું છે. તેનો મતલબ એ કે ‘લવ એન્ડ વોર’ આ વર્ષના અંતે અથવા તો આવતાં વર્ષની શરુઆતમાં રીલિઝ થઈ શકે છે. તાજેતરના અહેવાલો અનુસાર આ ફિલ્મનું હજુ ૭૦ દિવસનું શૂટિંગ બાકી છે. રણબીરની ‘બ્રહ્માસ્ત્ર ટુ’ ક્યારે બનશે તે વિશે અટકળો સર્જાઈ છે. 

હવે એક્ટરે કન્ફર્મ કર્યું છે કે આ ફિલ્મ ધાર્યા કરતાં વહેલી બની શકે છે. 

તેણે એમ પણ જણાવ્યું છે કે સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ પાર્ક’નું શૂટિંગ આવતાં વર્ષના મધ્યમાં શરુ થઈ શકે છે. સંદિપ રેડ્ડી વાંગા હાલ ‘સ્પિરિટ’ ફિલ્મમાં વ્યસ્ત છે. 



Source link

Related Articles

Back to top button