राष्ट्रीय

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન વધશે | defence panel nod for s400 missiles purchase from russia


S-400 Missiles: ભારતીય સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ(DAC) દ્વારા ગુરુવારે અનેક ઐતિહાસિક સંરક્ષણ સોદાઓને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકના સૌથી મહત્ત્વના નિર્ણય અનુસાર, ભારત રશિયા પાસેથી ₹10,000 કરોડના ખર્ચે વિશ્વની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ S-400 માટે વધુ 288 મિસાઈલો ખરીદશે. ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન S-400ની પ્રચંડ તાકાત જોઈને સમગ્ર વિશ્વ દંગ રહી ગયું હતું, ત્યારે આ નવી ખરીદી ભારતની આકાશી સરહદોને એક મજબૂત કિલ્લામાં ફેરવી દેશે. આ સોદા અંતર્ગત 120 ટૂંકા અંતરની અને 168 લાંબા અંતરની મિસાઈલોની ખરીદી ‘ફાસ્ટ ટ્રેક મોડ’ પર કરવામાં આવશે.

ઓપરેશન સિંદૂર: S-400નો સચોટ પ્રહાર

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન S-400 સિસ્ટમે પાકિસ્તાની વિમાનો અને તેમના સૈન્ય મથકો પર જે રીતે સચોટ પ્રહાર કર્યા હતા, તેનાથી ભારતીય સેનાના આત્મવિશ્વાસમાં મોટો વધારો થયો છે. એ સમયે આ સિસ્ટમે સરહદ પાર 314 કિમી સુધી ઊંડે જઈને હુમલો કરી પાકિસ્તાનને પોતાનું એરબેઝ ખસેડવા મજબૂર કરી દીધું હતું. આ ભવ્ય સફળતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હવે S-400ના વધુ 5 સ્ક્વોડ્રન અને રશિયા પાસેથી ‘પેન્ટસર'(Pantsir) શોર્ટ રેન્જ સિસ્ટમ ખરીદવાની વિચારણા કરી રહી છે. જો આ સોદો સફળ થશે, તો ભવિષ્યમાં ભારત પાસે S-400ના કુલ 10 સ્ક્વોડ્રન હશે, જે કોઈપણ ડ્રોન કે મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવીને દેશની સુરક્ષાને અભેદ્ય બનાવશે.

આ પણ વાંચો: ભારતને પણ બાંગ્લાદેશની જેમ ‘0’ ટેરિફનો લાભ જોઈતો હોય તો અમેરિકાની એક શરત માનવી પડે!

કુલ ₹3.60 લાખ કરોડના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી

આ ઉપરાંત, આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ફ્રાન્સ પાસેથી 114 રાફેલ લડાકુ વિમાનો અને અમેરિકા પાસેથી આશરે ₹30,000 કરોડના ખર્ચે 6 પી-8આઈ(P-8I) રિકોનિસન્સ એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કુલ ₹3.60 લાખ કરોડના સંરક્ષણ સોદાઓને મંજૂરી મળી છે, જે ભારતીય સેનાને આધુનિક અને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.


રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન વધશે 2 - image



Source link

Related Articles

Back to top button