राष्ट्रीय

મહારાષ્ટ્ર ચૂંટણીમાં પરિવારવાદ ખૂબ ફૂલ્યો ફાલ્યો, નેતાઓના દીકરા-દીકરી, સંબંધીઓ ચૂંટાયા | Dynasty Dominance in Maharashtra Poll Relatives of big Leaders Win Big Across



Dynastic Dominance In Maharashtra Election: મહારાષ્ટ્રની રાજનીતિમાં ‘પરિવારવાદ’ (Dynastic Politics) એ કોઈ નવી વાત નથી. ત્યારે હવે મહારાષ્ટ્રની જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીઓમાં ફરી એકવાર રાજકીય પરિવારવાદ કેન્દ્રમાં નજર આવ્યો છે. રાજ્યભરના અલગ-અલગ જિલ્લાઓમાં દિગ્ગજ નેતાઓના દીકરા, દીકરીઓ, પત્નીઓ, ભત્રીજાઓ અને અન્ય સંબંધીઓએ નિર્ણાયક જીત હાંસલ કરી છે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં એ સ્પષ્ટ દેખાયું કે, જમીની સ્તર પર પણ રાજકીય વારસાનો પ્રભાવ હજુ યથાવત્ છે.

રાજ્યની 12 જિલ્લા પરિષદો અને 125 પંચાયત સમિતિઓના પરિણામો જાહેર થયા, જેમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી. ભાજપે સમગ્ર રાજ્યમાં કુલ 225 બેઠકો જીતી. ત્યારબાદ અજિત પવાર જૂથની NCPને 165 બેઠકો, એકનાથ શિંદે જૂથની શિવસેનાને 162 બેઠકો, કોંગ્રેસને 55 બેઠકો, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનને 46 બેઠકો અને શરદ પવાર જૂથની NCPને 21 બેઠકો પર જીત મળી છે.

પૂણે

પૂણે જિલ્લાના અંબેગાંવમાં પૂર્વ મંત્રી દિલીપ વાલસે પાટીલના ભત્રીજા વિવેક વાલસે પાટીલને પારગાંવ જરકવાડી સમૂહથી 2,130 મતોના મોટા માર્જિનથી જીત મળી છે. બીજી તરફ NCP ધારાસભ્ય બાપુસાહેબ પઠારેની દીકરી રૂપાલી જેન્ડે પઠારે પણ ચૂંટણી ચિહ્ન પર જીત હાંસલ કરવામાં સફળ રહી.

સોલપુર

સોલાપુર જિલ્લામાં અનેક હાઇ-પ્રોફાઇલ જીત જોવા મળી. પૂર્વ મંત્રી તાનાજી સાવંતના ભત્રીજા પૃથ્વીરાજ સાવંતે ભાજપની ટિકિટ પર માધા તાલુકાના માનેગાંવ સમૂહથી 6,800 મતોના રૅકોર્ડ માર્જિનથી જીત નોંધાવી છે. ભાજપના ધારાસભ્ય રામ સાતપુતેના પત્ની સંસ્કૃતિ સાતપુતેએ દહીગાંવથી જીત હાંસલ કરી છે.

સાંગોલા પંચાયત સમિતિમાં પૂર્વ ધારાસભ્ય શાહજીબાપુ પાટીલના પુત્રવધૂનો વિજય થયો હતો.

અક્કલકોટ તાલુકાના ચાપલગાંવથી ભાજપના ધારાસભ્ય સચિન કલ્યાણશેટ્ટીની પત્ની શાંભવી કલ્યાણશેટ્ટીએ જીત નોંધાવી છે, જ્યારે તેમના ભાઈ સાગર કલ્યાણશેટ્ટી પણ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. પૂર્વ મંત્રી સિદ્ધારામ મ્હેત્રેની દીકરી શીતલ મ્હેત્રે અને દીકરો શિવરાજ મ્હેત્રે બંનેએ જીત હાંસલ કરી છે.

સાંગલી

સાંગલી જિલ્લામાં રયત ક્રાંતિ સંગઠનના નેતા અને ધારાસભ્ય સદાભાઉ ખોતની પુત્રવધુ મોહિની ખોતે બાગણી જિલ્લા પરિષદ બેઠક પર જીતી હાંસલ કરી છે. ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરની ભાભી માધવી પડલકર નંબાવડેથી ચૂંટાયા છે. ભાજપના ધારાસભ્ય સત્યજીત દેશમુખની દીકરી સૈતેજસ્વીએ જનસુરાજ્ય પાર્ટીની ટિકિટ પર જિલ્લા પરિષદમાં પ્રવેશ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય વિશ્વજીત કદમના ભત્રીજા ઋષિરાજ લાડે કુંડલ બેઠક પરથી જીત નોંધાવી છે.

કોંકણ

રત્નાગિરી(કોંકણ)ના ગુહાગરમાં ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય ભાસ્કર જાધવના દીકરા વિક્રાંત જાધવે અસગોલી જૂથ સામે પ્રથમ રાઉન્ડથી જ લીડ મેળવીને જીત નોંધાવી છે. રાયગઢમાં શિવસેનાના ધારાસભ્ય ભરત ગોગાવલેના દીકરા વિકાસ ગોગાવલે વિજયી રહ્યા છે. બીજી તરફ શિવસેનાના ધારાસભ્ય મહેન્દ્ર દલવીના પત્ની માનસી દલવી થાલ બેઠક પરથી ફરીથી ચૂંટાયા છે.

છત્રપતિ સંભાજીનગર

છત્રપતિ સંભાજીનગરમાં ધારાસભ્ય અબ્દુલ સત્તારના દીકરા અબ્દુલ આમેરે અંભાઈ બેઠક પરથી 3,400થી વધુ મતોથી જીત હાંસલ કરી છે.

પરભણી અને સતારા

જોકે, આ ચૂંટણીમાં તમામ રાજકીય પરિવારોને સફળતા ન મળી. પરભણીમાં પૂર્વ મંત્રી સુરેશ વરપુડકરને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં તેમના દીકરા, દીકરી, પુત્રવધૂ અને ભત્રીજા સહિત પાંચમાંથી ચાર સબંધીઓ ચૂંટણી હારી ગયા છે. માત્ર તેમના એક ભત્રીજા અજિત વરપુડકર કોંગ્રેસની ટિકિટ પર જીત હંસલ કરવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચો: ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી મોટી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’

સતારા જિલ્લામાં ભાજપના મંત્રી જયકુમાર ગોરને પણ ઝટકો લાગ્યો છે, જ્યાં તેમના ભાઈ અરુણ ગોરે માન તાલુકાના કુકુડવાડ સમૂહથી NCP ઉમેદવાર અનિલ દેસાઈ સામે ચૂંટણી હારી ગયા છે.



Source link

Related Articles

Back to top button