राष्ट्रीय

અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ભત્રીજાનો ઘટસ્ફોટ, કહ્યું- ‘તેઓ કારથી જવાના હતા, પરંતુ અચાનક…’ | Ajit Pawar Plane Crash: Rohit Pawar Alleges Conspiracy Raises Questions Over Pilot and Delay



Ajit Pawar Plane Crash Case : મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થવા મામલે ભત્રિજા રોહિત પવારે ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા ખળભળાટ મચી ગયો છે. શરદ પવારની પાર્ટી NCPSPના નેતા રોહિતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ઘટનાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને પ્લેન ક્રેશની ઘટના ષડયંત્ર હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. તેમણે એવું પણ કહ્યું છે કે, મહારાષ્ટ્રના લોકો સવાલ કરી રહ્યા છે કે, ઘટના વાસ્તવમાં દુર્ઘટના હતી કે તેની પાછળ કોઈ ષડયંત્ર હતું?.

રોહિત પવારનું ભાવુક નિવેદન

રોહિત પવારે ભાવુક થતા કહ્યું છે કે, ‘અજિત દાદાનું 28 જાન્યુઆરીએ પ્લેન ક્રેશની દુર્ઘટના નિધન થયું છે, પરંતુ હજુ પણ ઘણા લોકોને વિશ્વાસ નથી કે, દાદા હવે દુનિયામાં નથી. દુર્ઘટના બાદ અજિત પવારનું સળગેલું સ્વેટર, ઘડીયાળ અને ચપ્પલ મળ્યા હતા, જે જોઈને સૌકોઈ લોકો ભાવુક થઈ ગયા.’

‘અજિત દાદા કારથી જવાના હતા’

તેમણે કહ્યું કે, ‘ગ્રૂપમાં સાંજે 7.13 કલાકે એક મેસેજ આવ્યો, તેમાં કહેવાયું કે, કાલે સવારે 8.00 કલાકે બારામતી જવાનું છે. આ દરમિયાન દાદાએ કારથી જવાનો નિર્ણય લીધો હતો, તમામ કારો તૈયાર હતી. એક દિવસ પહેલા જ યાત્રાનો કાર્યક્રમ નક્કી કરાયો હતો, જે અંતિમ સમયમાં નિર્ણય લેવાયો હતો.’ 

રોહિતે ઈઝરાયેલના મોસાદ પર આધારિત એક પુસ્તકની લાઈનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘ક્યારેક ડ્રાઈવરને મારી નાખવો સૌથી અસરકારક હોય છે.’

ફ્લાઈટ અને અકસ્માત વિશે શંકાસ્પદ

રોહિતે દાવો કર્યો છે કે, ‘પ્લેન ટેકઓફ થયા પહેલા અનેક શંકાસ્પદ વાતો સામે આવી છે. સવારે 7.02 કલાકે ક્રૂ હાજર હતો, 7.03 કલાલે વિઝિબિલિટી પણ ચેક કરવામાં આવી હતી, 7.10 કલાકે બધુ જ યોગ્ય હોવાની માહિતી અપાઈ હતી, અજિત પવાર 7.50 કલાકે  એરપોર્ટ પહોંચ્યા હતા અને 8.10 કલાકે પ્લેન ટેકઓફ થયું હતું.

‘ફ્લાઈટના ટેકઓફમાં વિલંબ પાછળ કોણ જવાબદાર?’

તેમણે કહ્યું કે, ‘બારામતી જવા માટે અજિત પવારના બંગલા બહાર કાફલો તૈયાર હતો. જોકે આ દરમિયાન એક સીનિયર લીડર તેમને મળવા આવવાના હતા, તેઓ મોડા આવ્યા, જેના કારણે તેઓ કારથી યાત્રા ન કરી શક્યા. છેવટે તેમણે ફ્લાઈટ બુક કરવા માટે મજબૂર થવું પડ્યું. તેમણે વિદર્ભની એક ફાઈલ પર સાઈન કરવાની હતી, તેઓ મંત્રાલયમાં હતા, તેથી તેમણે બારામતી જવા માટે મોડે સુધી રાહ જોવી પડી. સવારે 7.00 કલાકે પ્લેનનો સમય હતો, તો પછી પ્લેન 8.10 કલાકે ટેકઓફ કેમ થયું? ફ્લાઈટના ટેકઓફમાં વિલંબ પાછળ કોણ જવાબદાર હતું?

આ પણ વાંચો : વિવાદાસ્પદ મસ્જિદ બનાવવાની જાહેરાત કરનારા હુમાયૂંની પુત્રીનો પરિવાર ફસાયો

વિમાનમાં અનેક ખામી હોવાનો રોહિતનો દાવો

આ ઉપરાંત રોહિતે વિમાનને મેઈન્ટન્ટ મામલે પણ સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, શું વિમાનની ટેકનિકલ તપાસ યોગ્ય રીતે કરવામાં આવી હતી, ટેકલોગનો રિપોર્ટ ક્યાં છે, તેનું નિયમિત મેઈન્ટનન્સ કેમ કરાયું ન હતું અને હેંગરના સીસીટીવી ફુટેજ ક્યાં છે? પુરાવા સાથે છેડછાડ થઈ શકે છે, તપાસમાં સંપૂર્ણ પારદર્શીતા નથી. ડીજીસીએ વિમાન કંપની વીએસઆરનો બચાવ કરી રહી છે. દુર્ઘટના સમયે ટ્રાન્સપોન્ડર એક મિનિટ માટે બંધ કેમ થઈ ગયું હતું?

રોહિતે પાયલટની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

કંપનીના ડાયરેક્ટરના મેસેજ મુજબ અગાઉ ‘ડ્રંક પાયલટ’ યાદીમાં પાયલટ સુમિત કપૂરનું નામ હતું. પ્લેન માટે અન્ય પાયલટને મોકલવાના હતા, જોકે છેલ્લી ઘડીઓ પાયલટ બદલવામાં આવ્યા. ક્રેશના એક મિનિટ પહેલા જાણજોઈને ટ્રાન્સપોન્ડર બંધ કરવામાં આવ્યું. કો-પાયલટ શાંભવી પાઠકે કહ્યું હતું કે, ઓહ શિટ ઓહ શિટ, જોકે મેન પાયલોટ સુમિતે કંઈ ન હતું, શું તેઓ સુઈ રહ્યા હતા?  શું તેમનો પ્લાન પ્લેન ક્રેશ કરવાનો હતો. તેઓ મેડે કહેવાની સ્થિતિમાં ન હતું.

અજિત દાદા નવું એરક્રાફ્ટ ખરીદવાના હતા

રોહતે વધુમાં હ્યું કે, ‘તેમને (અજિત પવાર) મને અન્ય હેલિકોપ્ટનો ઉપયોગ ન કરવા કહ્યું હતું. તેઓ પોતાનું એરક્રાફ્ટ ઈચ્છતા હતા. આ અંગ તેમણે મને કહ્યું હતું, પરંતુ તેમણે આવું કેમ કહ્યું તે મને ખબર નથી. અમને ષડયંત્રની આશંકા છે, તમામ વિગતો શેર કરવામાં આવી છે, મને કોઈ ખાસ નેતા કે કોઈ વ્યક્તિ પર આશંકા નથી. હું વીએસઆર, અને એરો કંપની અને કેપ્ટન સુમિત કપૂર પર સવાલ ઉઠાવી રહ્યો છું. અમને ડીજીસીએ પર વિશ્વાસ છે. અમે સરકાર પર કોઈ આક્ષેપ કરી રહ્યા નથી, પરંતુ અમે માત્ર અમારી આશંકાની વાત કરી રહ્યા છીએ. એરપોર્ટમાં સીઆઈડી કેવી રીતે ઘૂસી શકે છે?

આ પણ વાંચો : VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન



Source link

Related Articles

Back to top button