‘મને મારવાનું કાવતરું’, 31 વર્ષ જૂના કેસમાં સાંસદ પપ્પુ યાદવની ધરપકડ, સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી | pappu yadav arrest patna police action old case bihar politics

![]()
Image Source: IANS
Pappu Yadav Arrest: બિહારના રાજકારણમાં શુક્રવારે રાત્રે ભારે હંગામો જોવા મળ્યો હતો. પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ કરવા માટે પટના પોલીસ ભારે પોલીસ કાફલા સાથે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો અને પપ્પુ યાદવના સમર્થકો તેમજ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
શું છે આખો મામલો?
31 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરાઈ છે. આ મામલો વર્ષ 1995નો છે (FIR નંબર 552/1995). પપ્પુ યાદવ પર આરોપ છે કે તેમણે છેતરપિંડી કરીને વિનોદ બિહારી લાલનું મકાન ભાડે રાખ્યું હતું અને તેનો ઉપયોગ કાર્યાલય તરીકે કર્યો હતો, જે વાત ભાડે લેતી વખતે છુપાવવામાં આવી હતી. આ કેસમાં પપ્પુ યાદવ સતત કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે કોર્ટે પહેલા તેમની સામે ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ તેમની મિલકત જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
મને મારવાનું કાવતરું છે: પપ્પુ યાદવના ગંભીર આરોપો
પપ્પુ યાદવે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર તેમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સાદા ડ્રેસમાં પોલીસકર્મીઓ આવ્યા હતા, જેમને જોઈને તેમને લાગ્યું કે કોઈ તેમને ગોળી મારવા આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ NEET ના વિદ્યાર્થીઓ માટે લડત લડી રહ્યા છે, તેથી સરકાર અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરી તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પપ્પુ યાદવે સ્પષ્ટ કર્યું કે તેઓ કોર્ટના આદેશનું સન્માન કરે છે અને તેથી જ તેઓ સીધા પટના આવ્યા હતા. તેમણે કહ્યું, ‘હું ફાંસી પર ચઢવા તૈયાર છું, પણ ઝૂકવાનો નથી. હું સત્યનો માર્ગ નહીં છોડું.’


