मनोरंजन
આલિયાએ દ્રશ્યમના ડિરેક્ટરની ફિલ્મ હાઉસવાઈફ સ્વીકારી | Alia accepts Drishyam director’s film Housewife

![]()
– રાજકુમાર રાવ આલિયાનો હિરો હશે
– આલિયા એક ગૃહિણીનું પાત્ર ભજવશે, આ વર્ષમાં જ શૂટિંગ શરુ થવાની ધારણા
મુંબઈ : આલિયા ભટ્ટ ‘લવ એન્ડ વોર’ અને ‘આલ્ફા’ બાદ નવી ફિલ્મ ‘હાઉસવાઈફ’માં દેખાશે. અજય દેવગનની હિન્દી ‘દ્રશ્યમ’ ડિરેકટ કરનારા અભિષેક પાઠક આ ફિલ્મ બનાવી રહ્યા છે.
ફિલ્મના ટાઈટલ પરથી સંકેત મળે છે તેમ આલિયા આ ફિલ્મમાં એક ગૃહિણીનું પાત્ર ભજવશે. ફિલ્મની કથા લગ્નજીવનમાં વિસંવાદ બાબતે હોવાની સંભાવના છે. આલિયા સામે હિરો તરીકે રાજ કુમાર રાવને સાઈન કરાયો હોવાનું કહેવાય છે. જોકે, આ બાબતે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.
આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષમાં જ શરુ થઈ જવાની ધારણા છે.
આલિયાની ‘આલ્ફા’નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ લંબાયા કરે છે. બીજી તરફ અભિષેક પાઠક હાલ ‘દ્રશ્યમ થ્રી’નાં શૂટિંગમાં વ્યસ્ત છે.



