राष्ट्रीय

હચમચાવી દેનારી ઘટના: સરપંચ બનવા માટે ત્રણ સંતાનોના બાપે દીકરીની કરી હત્યા, પોલીસે કેસ ઉકેલ્યો | maharashtra nizamabad Father killed daughter to contest sarpanch election



Sarpanch Election: મહારાષ્ટ્રમાં એક સ્તબ્ધ કરી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે. નિઝામાબાદમાં એક વ્યક્તિએ સરપંચની ચૂંટણી લડવા માટે લાયક થવા પોતાની પુત્રીની હત્યા કરી દીધી.

સરપંચની ચૂંટણી લડવા માગતો હતો

પોલીસના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના કેરૂર ગામમાં રહેવાવાળા પાંડુરંગ સરપંચની ચૂંટણી લડવા માગતો હતો. પણ બે બાળકોના નિયમના કારણે તે ચૂંટણી લડવા માટે કાયદાકીય રીતે અયોગ્ય હતો. કેમ કે તેને ત્રણ બાળકો હતા. આ અયોગ્યતા તેની આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. જેથી તેને પોતાની જ દીકરી પ્રાચીને મોતને ઘાટ ઉતારી દીધી. 

કેનાલ પરથી ધક્કો મારી દીધો

પોલીસે જણાવ્યું કે પાંડુરંગ નિઝામાબાદ જિલ્લાના અડાપલ્લી પાસે આવેલા નિઝામસાગર નહેરના કિનારે પાસે દીકરી પ્રાચીને લઈને ગયો હતો. જે બાદ તેને ત્યાં ધક્કો મારી ડૂબાડી દેતા તેનું મોત થયું છે. પોલીસ તપાસમાં સમગ્ર ખુલાસો થતાં હવે આરોપી પાંડુરંગની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ‘પાડોશી દેશોની સરખામણીમાં સૌથી સારી ડીલ, કૃષિ-ડેરી ક્ષેત્ર સુરક્ષિત’, US સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા પિયૂષ ગોયલ

ચાલુ સરપંચની પણ ધરપકડ

આ ઘટનાક્રમમાં હાલના સરપંચ ગણેશ શિંદેની પણ ધરપકડ કરવામાં આવી છે. કેમ કે આરોપીએ ઘટનાને અંજામ આપતા પહેલા સરપંચ સાથે વાત કરી હતી. પોલીસ સમગ્ર કેસમાં વધુ તપાસ કરી રહી છે. સભ્ય સમાજ માટે કિસ્સો ચેતવતો અને ચોંકાવનારો છે. એક બાપે સગી દીકરીને માત્ર ચૂંટણી લડવા માટે મોતના મુખમાં ધકેલી દેતા પરિવાર અને પંથકમાં શોક સાથે આક્રોશની લાગણી છે. 



Source link

Related Articles

Back to top button