‘ગોલમાલ 5’માં બોલિવૂડના દિગ્ગજ એક્ટરની એન્ટ્રી, વિલનની ભૂમિકા નિભાવશે, કરિના કપૂરની પણ વાપસી | Golmaal 5 Casting Coup Akshay Kumar to Play Villain Against Ajay Devgn’s Gang

![]()
Golmaal 5 Updates: ડાયરેક્ટર રોહિત શેટ્ટી તેની આગામી કોમેડી ફિલ્મ ‘ગોલમાલ’ને આગળ વધારી રહ્યો છે. આમ, જલ્દી ‘ગોલમાન 5’ શૂટિંગ શરૂ કરવાની એંધાણ છે. ‘ગોલમાલ 5’માં બોલિવૂડ સ્ટાર અજય દેવગન ફરી એકવાર ફિલ્મમાં જોવા મળશે. તાજેતરમાં જાણવા મળ્યું છે કે, અક્ષય કુમાર પણ આ ફિલ્મમાં દેખાશે. અક્ષય પછી ફિલ્મમાં વધુ એક કાસ્ટિંગ થઈ છે. જેમાં કરિના કપૂર પણ આ ફિલ્મમાં જોવા મળશે.
ઘણાં સમયથી ચર્ચા થઈ રહી હતી કે, કરિના ‘ગોલમાલ 5’માં જોવા નહીં મળે. પરંતુ હવે તે આ ફિલ્મનો ભાગ છે. કરિનાનું કાસ્ટિંગ કરવામાં મોડું કેમ થયું, તેનું કારણ પણ સામે આવ્યું છે. બોલિવૂડ હંગામાની એક રિપોર્ટમાં સૂત્રના આધિન કહેવામાં આવ્યું છે કે, ડેટ્સ અને અન્ય કારણોસર કરિનાનું કાસ્ટિંગ કરવામાં વિલંબ થયો.
‘ગોલમાલ 3’નો ભાગ હતી કરિના
રોહિત શેટ્ટી ફિલ્મમાં કરિનાને લેવા માટે ઉત્સાહિત હતા. કરિનાએ પણ ફ્રેન્ચાઇઝમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રોહિતે તેની ટીમ સાથે મળીને કરિના માટે ખાસ અને મનોરંજક રોલ લખ્યો છે. કરિના 2010માં રિલીઝ થયેલી ‘ગોલમાલ 3’માં અજય દેવગણ સાથે જોવા મળી હતી. તેણે ડબ્બુનું પાત્ર ભજવ્યું હતું. જોકે, તે ચોથા પાર્ટનો ભાગ નહોતી, પરંતુ હવે તે ફ્રેન્ચાઇઝમાં પાછા ફરવા માટે તૈયાર છે.
અક્ષય કુમાર બનશે વિલન
કરિના કપૂરના રોલને લઈને વધુ જાણકારી સામે આવી નથી. પરંતુ અક્ષય કુમારના રોલ અંગે માહિતી મળી છે. એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, અક્ષય આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. આ સાથે ફિલ્માં તુષાર કપૂર, અરશદ વારસી, શ્રેયસ તલપડે, કુણાલ ખેમૂ, સંજય મિશ્રા પણ ‘ગોલમાલ 5’માં ભૂમિકા નીભાવશે.



