मनोरंजन
અહાન શેટ્ટી શાદ અલીની રોમાન્ટિક ફિલ્મમાં કામ કરશે | Ahan Shetty to star in Shaad Ali’s romantic film

![]()
– આગામી માર્ચ મહિનાથી શૂટિંગ શરૂ કરશે
મુંબઇ : અહાન શેટ્ટીઅ ‘બોર્ડર ટ’ુ ફિલ્મની સફળતા પછી ત્રણ ફિલ્મો સાઇન કરી છે. જેમાં એક શાદ અલીની એક એકશન-લવ સ્ટોરી પણ સામેલ છે.હાલ આ ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે અને માર્ચ-એપ્રિલ મહિનામાં શૂટિંગ શરૂ કરવાની યોજના છે. જોકે અભિનેતાએ અન્ય બે ફિલ્મો કઈ છે તેનો ઉલ્લેખ કર્યો નથી.
હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને સંગીત પર કામ ચાલી રહ્યું છે. તેમજ આ ફિલ્મનું શીર્ષક હજી ફાઇનલ કરવામાં આવ્યું નથી.
હાલમાં અહાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,તેણે સાજિદ નડિયાદવાળાની ફિલ્મ ‘તડપ’થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતુ.ં તેણે સાજિદ સાથે પાંચ વરસનો કરાર સાઇન કર્યો હતો પરિણામે તે ફિલ્મ ‘તડપ’ પછી ચાર વરસ સુધી ફિલ્મ સાઇન કરી શકે તે પરિસ્થિતિમાં નહોતો.
આ દરમિયાન તેને ઘણી ફિલ્મોની ઓફર આવી હતી પરંતુ તે સ્વીકારી શક્યો નહોતો.



