मनोरंजन

અરિજિત સિંહ ફિલ્મ બનાવશેઃ પુત્રને હિરો તરીકે લોન્ચ કરશે | Arijit Singh to make a film: Will launch his son as a hero



– સિંગિંગ છોડવાની જાહેરાત બાદ નવી ચર્ચા 

– ફિલ્મમાં નવાઝુદ્દીનની પુત્રી શોરા હિરોઈન હશે : અરિજિત ખુદ દિગ્દર્શન કરશે

મુંબઇ : અરિજીત સિંહે સિંગિંગ છોડવાની જાહેરાત કર્યા પછી તે હવે ફિલ્મ ડાયરેક્ટર બની રહ્યો હોવાની ચર્ચા છે. તે પોતાની પ્રથમ ફિલ્મમાં પુત્રને લોન્ચ કરવાની યોજના કરી રહ્યો છે. જેમાં તેના પુત્ર સાથે નવાઝુદ્દીનની પુત્રી શોરાની જોડી જોવા મળશે. 

આ ફિલ્મ એક જંગલ એડવેન્ચર પર આધારિત હશે.આ ફિલ્મને અરજિત સિંહ અને તેની પત્ની કોયલ સિંગ મહાવીર જૈન સાથે પ્રોડયુસ કરશે. 

જોકે અરિજીતે આ પહેલા બંગાળીમાં એક એસએ શિર્ષક ધરાવતી ફિલ્મ બનાવી હતી. જેમાં એક યુવકની મ્યુઝિક સફર દર્શાવામાં આવી હતી. 

આ ફિલ્મ વિશે વધુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ફિલ્મ કઇ ભાષામાં બનશે તેની પણ કોઇ માહિતી આપવામાં આવી નથી. 



Source link

Related Articles

Back to top button