राष्ट्रीय

મહારાષ્ટ્રમાં વિમાન દુર્ઘટના: ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું કારણ | Major accident in Maharashtra Deputy Chief Minister Ajit Pawar’s plane crashes in Baramati



Maharastra News : મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર પણ હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજિત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજિત પવાર સહિત બે પાઇલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમને આશા હતી કે અજિત પવાર રાજકારણમાં લાંબી ઈનિંગ રમશે પણ એવું ના થયું. ઘટનાને લઈને સમગ્ર મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી રાજકીય શોક જાહેર કરવામાં આવ છે. 

AJIT PAWAR PLANE CRASH LIVE UPDATES 

ગાઢ ધુમ્મસને કારણે એરસ્ટ્રીપ ન દેખાઈ? 

સૂત્રો દ્વારા પ્રાથમિક તપાસ પરથી દાવો કરવામાં આવ્યો છે કે ધુમ્મસને કારણે પાઇલટને એરસ્ટ્રીપ જ દેખાઈ નહોતી જેના કારણે વિમાન રન-વે પર લેન્ડ ન થઈ શક્યું. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી અને લેન્ડિંગ સમયે જ પાઇલટ થાપ ગયાનો દાવો કરાયો છે. જોકે કેટલાક સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના પગલે તે ક્રેશ થઇ ગયું. વિમાને ક્રેશ થતાં પહેલા બે વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. અત્યારે એએઆઈબી દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને તેના પછી જ દુર્ઘટનાનું સાચું કારણ જાણી શકાશે. 

વિમાન ક્રેશ થવાનું કારણ શું? 

બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજિત પવાર ત્યાં જઇ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાન આગમાં લપેટાઈ ગયું છે. ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. અહેવાલોમાં અનુસાર આ વિમાનમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપીના લીડર અજિત પવાર હાજર હતા. વિમાન ક્રેશ થયા બાદ આખો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.

ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા અજિત પવાર! 

અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે જ અધવચ્ચે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે એનસીપી નેતા માજિદ મેમણે જણાવ્યું કે અજિત પવાર આજે બારામતી આવવાના હતા. વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા. સવારે 8:45 વાગ્યાની આજુબાજુમાં જ આ વિમાન રન વે પર લેન્ડ થતી વખતે ક્રેશ થઇ ગયું હતું. ડીજીસીએ દ્વારા આ વિમાન દુર્ઘટનાની પુષ્ટી કરવામાં આવી છે. 

રાજકારણમાં શોકની લહેર 

અજિત પવારના નિધન પર રાજકારણમાં શોકની લહેર દોડી ગઈ છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ સાથે આ મામલે ચર્ચા કરી ઘટનાની જાણકારી મેળવી હતી. આ સાથે સુપ્રિયા સુલે પણ બારામતી જવા રવાના થયા હતા. બીજી બાજુ વિપક્ષના નેતાઓ સંજય રાઉત, મહેબુબા મુફ્તી સહિત અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 





Source link

Related Articles

Back to top button