मनोरंजन

અરિજિત સિંહનો ચોંકાવનારો નિર્ણય, પ્લેબેક સિંગિંગને અલવિદા કહ્યું | arijit singh quits playback singing announces emotional post


Arijit Singh Retirement: સિંગર અરિજિત સિંહના ચાહકો માટે આધાત જનક સમાચાર સામે આવ્યા છે, વર્ષો સુધી અનેક લોકપ્રિય ગીતો આપ્યા બાદ હવે અરિજિત સિંહે  પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિની જાહેરાત કરી છે.  તેઓ હવે પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવા અસાઇનમેન્ટ પર સહી કરશે નહીં જો કે તેમણે ચોખવટ કરી છે કે તેઓ મ્યૂઝીક સાથે સંકળાયેલા રહેશે તેને બનાવવાનું ચાલુ રાખશે.

સિંગર અરિજિત સિંહે ઈમોશનલ પોસ્ટ શેર કરતાં કહ્યું કે, ‘નમસ્તે, સૌને નવા વર્ષની શુભકામનાઓ. આટલા વર્ષો સુધી એક શ્રોતા તરીકે મને આટલો બધો પ્રેમ આપવા બદલ હું આપ સૌનો આભાર માનવા માંગુ છું. મને એ જાહેર કરતા આનંદ થાય છે કે હવેથી હું પ્લેબેક સિંગરતરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સ્વીકારવાનો નથી. હું આ કામ અહીં જ અટકાવું છું. આ એક અદભૂત સફર હતી.’

અરિજિત ચાલુ પ્રોજેક્ટ પાર પાડશે

‘ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે. હું સારા સંગીતનો ચાહક છું અને ભવિષ્યમાં એક નાના કલાકાર તરીકે ઘણું નવું શીખતો રહીશ અને મારી રીતે કંઈક નવું કરતો રહીશ. તમારા સહકાર બદલ ફરી એકવાર આભાર. મારે હજુ પણ કેટલાક જૂના પ્રોજેક્ટ્સ પૂરા કરવાના બાકી છે, તે હું પૂરા કરીશ. તેથી આ વર્ષે કદાચ મારા કેટલાક ગીતો રિલીઝ થશે. સ્પષ્ટતા ખાતર જણાવી દઉં કે, હું સંગીત બનાવવાનું બંધ નહીં કરું.’

અરિજિત સિંહનો જન્મ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આવેલા જિયાગંજ થયો હતો, તેઓ પંજાબી શીખ પરિવારમાંથી આવે છે. હાલમાં જ અરિજિત સિંહનું નવું ગીત રીલીઝ થયું છે જેનું ટાઈટલ માતૃભૂમિ છે, આ ગીત સલમાન ખાનની આવનાર ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું છે જેને શ્રેયા ઘોષાલ સાથે મળીને ગાયું છે. અને હિમેશ રેશમિયાએ મ્યુઝિક આપ્યું છે. 

અરિજિત સિંહનો ચોંકાવનારો નિર્ણય, પ્લેબેક સિંગિંગને અલવિદા કહ્યું 2 - image





Source link

Related Articles

Back to top button