गुजरात

જામનગરમાં બેડી ગેઇટ વિસ્તારમાં એક ગેસ્ટ હાઉસમાં ઉતરેલા પરપ્રાંતિય યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત | A migrant youth commits suicide in a guest house in Bedi Gate area of ​​Jamnagar



જામનગરના બેડીગેટ વિસ્તારમાં આવેલા જયશ્રી ગેસ્ટ હાઉસમાં રૂમ નંબર 442માં ઉતરેલા રાજસ્થાનના વતની જતીન જશવંતસિંહ ચંદાવત નામના 28 વર્ષના યુવાને પંખાના હુકમસ દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. 

આ બનાવ અંગે ગેસ્ટ હાઉસના કર્મચારી બાલ ગોવિંદ યાદવે પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના એ.એસ.આઈ. એચ. આર. બાબરીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને પરપ્રાંતિય યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આપઘાત નું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે રાજસ્થાનના અજમેરમાં રહેતા મૃતકના પરિવારજનોને જાણ કરી છે. જેઓ જામનગર આવ્યા બાદ આ પ્રકરણમાં વધુ ખુલાસો થઈ શકશે.



Source link

Related Articles

Back to top button