गुजरात
ખેલ મહાકુંભમાં વડોદરાના કાવ્ય સક્સેનાએ લોન ટેનિસમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો | Kavya Saxena from Vadodara won bronze medal in lawn tennis at the Khel Mahakumbh

![]()
Vadodara : વડોદરા જિલ્લાના લોન ટેનિસ ખેલાડી કાવ્ય સક્સેનાએ રાજ્યસ્તરીય ખેલ મહાકુંભ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વડોદરાનું ગૌરવ વધાર્યું છે. ગઈ તા.10 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે યોજાયેલી સ્ટેટ લેવલ ખેલ મહાકુંભમાં બોયઝ અંડર-14 કેટેગરીમાં કાવ્યે બ્રોન્ઝ મેડલ મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન કાવ્યે ઉત્તમ પ્રદર્શન કરીને આ સફળતા મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, કાવ્ય સક્સેનાએ વર્ષ 2024માં પણ સ્ટેટ લેવલ ખેલ મહાકુંભમાં બોયઝ અંડર-11 કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.
કાવ્ય હાલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલીમ મેળવી રહ્યો છે.


