વેનેઝુએલા પાસે રશિયાએ તેની સબમરીન તૈનાત કરી : સમગ્ર વિસ્તારમાં તંગદિલી | Russia deploys submarine near Venezuela: Tensions in the entire region

![]()
– સંભવત: રશિયા યુદ્ધ જહાજો, એરક્રાફ્ટ કેરિયર્સ મોકલે
– વેનેઝુએલાનાં ઑઈલ-ટેન્કર્સ અમેરિકાની જપ્તીમાંથી બચાવવા રશિયાએ સબમરીન મોકલી છે : રશિયા વેનેઝુએલાનું સમર્થક છે
નવી દિલ્હી : સર્વવિદિત છે કે અમેરિકાએ વેનેઝુએલાનાં પાટનગર કારાકાસ પર હુમલો કરી તેને પ્રમુખ નિકોલસ માદુરો અને તેમનાં પત્નીની ધરપકડ કરી હતી. જેની રશિયા સહિત દુનિયાના દરેક દેશોએ ઉગ્ર ટીકા પણ કરી છે. આવી તંગદીલીભરી સ્થિતિમાં રશિયાએ વેનેઝુએલાનાં ઑઈલ-ટેન્કરને અમેરિકાની જપ્તીમાંથી બચાવવા પોતાની એક સબમરીન કેરેબિયન સી માં ગોઠવી દીધી છે. સમગ્ર કેરેબિયનમાં તંગદિલી વ્યાપી છે.
વૉલ-સ્ટ્રીટ-જર્નલનો રીપોર્ટ જણાવે છે કે રશિયા સાથે ઉત્તર એટ્લાંટિકમાં એક ખરાબ ઓઈલ ટેન્કરને એસ્કોર્ટ કરવા માટે એક સબમરીન અને અન્ય યુદ્ધ નૌકાઓ મોકલી છે. મરીનસ નામક આ ટેન્કર વેનેઝુએલાના જળ વિસ્તારમાંથઈ બહાર નીકળ્યું ત્યારથી તે અમેરિકી કોસ્ટગાર્ડની નજરમાં હતું. જોકે, આ જહાજ ખરાબ પણ થઈ ગયું છે. છતાં તેના પ્રવાસે અમેરિકી અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું હતું. તેઓ તે ગ્લોબલ નેટવર્ક ઉપર સકંજો કસવા માગે છે જે રશિયા અને અન્ય પ્રતિબંધિત દેશો સાથે સંકળાયેલા ગેરકાયદે તેલની તસ્કરી કરી રહ્યા છે.
પહેલાં બેલા-૧ નામથી ઓળખાતું આ તેલ વાહક જહાજ બે સપ્તાહથી પણ વધુ સમયથી વેનેઝુએલાની પાસેના તેના જળ વિસ્તારમાંથી અમેરિકન યુદ્ધ જહાજોની નાકાબંધીમાંથી છૂટવા કોશીશ કરી રહ્યું છે. આ જહાજ એટલાંટિકમાં જતાં પહેલાં ડૉક કરવામાં અને ક્રૂડ ઑઈલ લોડ કરવામાં નિષ્ફળ રહ્યું હતું.



