राष्ट्रीय

‘આખા દેશની વીજળી એક જ ઝટકામાં કાપી નાખી…’, ટ્રમ્પે જણાવી વેનેઝુએલાના ઓપરેશનની અંદરની વાત | Venezuela latest update Donald Trump Statement on Venezuela Operation Venezuela Oil Reserves



Venezuela Latest Update: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં કરવામાં આવેલા ઓપરેશનની ઊંડી જાણકારી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે ઓપરેશનને અંજામ આપવા માટે પહેલા પૂરા વેનેઝુએલામાં વીજળી એક સાથે કાપી નાખવામાં આવી હતી. ત્યારે લોકો ચોંકી ઉઠયા હતા, કેટલાકને સમજાઈ ગયું હતું કે મોટું થવાનું છે, આ દરમિયાન સમગ્ર વેનેઝુએલામાં અજવાળાનો એક માત્ર સ્ત્રોત મીણબત્તી હતી. 

152 ફાઈટર પ્લેન હતા

રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે અમેરિકાના ઓપરેશનેને અવિશ્વનિય ગણાવ્યું અને વિગતો આપતા જણાવ્યું કે ‘ખૂબ જ મુશ્કેલ ઓપરેશન હતું, 152 ફાઈટર પ્લેન આ હુમલામાં સામેલ હતા, અમારા ઘણા સૈનિકો જમીન પર હતા, પણ આખરે બધુ કમાલ હતું. તમે એ વાત પર જરા વિચારો કે ઓપરેશનમાં અમે એક પણ સૈનિકને ગુમાવ્યો નથી, બીજી તરફ ઘણા બધા માર્યા ગયા, પણ હું કહીશ કે આ દુર્ભાગ્ય હતું’

રણનીતિ મુજબ કામ થયું

તેમણે કહ્યું કે, ‘કારાકસમાં વીજળી ન હતી, માત્ર તેમની પાસે જ ઉજાસ હતો જેમની પાસે મીણબત્તી હતી, જે ઓલવવાની તૈયારીમાં જ હતી, જેથી અમે તેમણે થોડા હેરાન કર્યા, પણ આ બધુ ખૂબ શાનદાર હતું, રણનીતિના હિસાબે કામ થયું જે અવિશ્વનિય વસ્તુ હતી, વીજળી કાપતા જ તેમણે ખબર પડી ગઈ હતી કે અમેરિકા આવી રહ્યું છે, વેનેઝુએલાની સરકાર રાજધાની કારાકસની વચ્ચે એક ટૉર્ચર ચેમ્બર બનાવી રહી હતી, તેને હવે બંધ કરી દેવામાં આવ્યું છે.

ઈરાક ઓપરેશનને યાદ કર્યું

આ સાથે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે અમેરિકાનો વેનેઝુએલાને લઈને પ્લાન પણ સાફ કરી દીધો, કહ્યું આ બધુ તેલ માટે છે, ટ્રમ્પે ઈરાકમાં અમેરિકાના ઓપરેશનની તુલના વેનેઝુએલા સાથે કરી કહ્યું ઈરાક અને વેનેઝુએલામાં ફર્ક એટલો જ છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બુશે તેલ રાખ્યું ન હતું, પણ આ વખતે અમે તેલ રાખીશું

વેનેઝુએલાનું તેલ અમેરિકા રાખશે

ટ્રમ્પે વધુમાં કહ્યું ‘2016માં મેં કહ્યું હતું કે તે વખતે તેલ આપણી પાસે રાખવું જોઈતું હતું, જેના પર મોટો વિવાદ થયો હતો, હજુ પણ કહું છું કે ત્યારે તેલ અમેરિકાએ જ રાખવું જોઈતું હતું, હવે વેનેઝુએલામાં તૂટી ફૂટી તેલ સુવિધાઓને ફરી આઘુનિક ઢબે વિકસિત કરવામાં આવશે, આ વખતે તેલ અમે પાસે જ રાખીશું, ત્યાં ખૂબ બધા પૈસા ખર્ચ કરવા પડશે, જે તેલ કંપનીઓ કરશે, જ્યારે તેમણે આવક થશે ત્યારે તેની ભરપાઈ કરવામાં આવશે. 

આ પણ વાંચો: ચાંદીમાં ‘સુનામી’: ઓલટાઈમ હાઈ લેવલે પહોંચી કિંમત, ઈતિહાસના તમામ રેકોર્ડ ધ્વસ્ત, જાણો લેટેસ્ટ રેટ

ટ્રમ્પે ભલે વેનેઝુએલા લઈને પોતાનો પ્લાન સ્પષ્ટ કરી દીધો હોય, પણ હાલ વેનેઝુએલાની વચગાળાની સરકાર અને સેના આ માટે તૈયાર નથી, વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્ર પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝએ ટ્રમ્પના તેલ પ્રસ્તાવને ઠુકરાવી દેતા કહ્યું છે કે ટ્રમ્પનો પ્રસ્તાવ આક્રમણ, લૂંટ તેમજ સામ્રાજ્યવાદી હસ્તક્ષેપ છે. 



Source link

Related Articles

Back to top button